________________
૯૨૭ (રાગ : ચલતી) અલખનો પંથ છે ચારો, મારા હરજિનો ! અલખનો પંથ છે ન્યારો રે. ધ્રુવ પાતાળ ફોડી જેણે મન વશ કીધું, આભથી ઉંચે ઊડનારો રે જી; મૃત્યુને જેણે પગમાં દબાવ્યું, તે જ આ પંથે જનારો. મારા રાગ ને દ્વેષાદિ કામ ને ક્રોધાદિ, મારી કર્યો ભંડારો રે જી; માયા ને મમતાંના મૂળિયા ઉખેડ્યાં, તે જ તરે સંસારો. મારા સત્ય, દયા, ક્ષમા, ધીરજ ધારી, છોડ્યા વિષય ને વિકારો રે જી; આતમદર્શી સદા સમદર્શી, એજ છે સંત વિચારો, મારા સદ્ગુરુ સેવી અંધારા કાઢયાં, સળ કર્યો જન્મારો રે જી; શંકર' કહે એવા સંતને સેવી, નૈયાને પાર ઉતારો. મારા
૯૨૮ (રાગ : ગઝલ) અહો ! આજે જણાયું કે, ચિદાનંદ બ્રહ્મ હું પોતે; નિજાભામાં નિહાળ્યું કે, ચિદાનંદ બ્રહ્મ હું પોતે. ધ્રુવ નથી ક્ત, નથી ભોક્તા, નથી વક્તા, નથી શ્રોતા; નથી જ્ઞાતા, નથી ધ્યાતા, ચિદાનંદ બ્રહ્મ હું પોતે. અહો નથી ધર્મી, ને વિધર્મી, નથી કર્મી, ન વિકર્મી, નથી શર્મી, ન બેશર્મી, ચિદાનંદ બ્રહ્મ હું પોતે. અહો નથી દેહી, ન વિદેહી, નથી ગેહીં, ન વિગેહી; નથી સ્નેહી, ન સંદેહી, ચિદાનંદ બ્રહ્મ હું પોતે. અહો નથી યોગી, ન વિયોગી, નથી ભોગી, ન વિભોગી; નથી રોગી, ન નિરોગી, ચિદાનંદ બ્રહ્મ હું પોતે. અહો નથી નેમી, નથી પ્રેમી, નથી વહેમી, નથી રહેમી; નથી “શંકર', કુશળ-ક્ષેમી, ચિદાનંદ બ્રહ્મ હું પોતે. અહો
પોથી પઢાઢ જગ મુવા, પંડિત ભયા ન કોય.
એકે અક્ષર પીવકા, પઢે સો પંડિત હોઈ છે ભજ રે મના
૫૦૦૦
૯૨૯ (રાગ : ભૈરવી) આ નહીં’, ‘આ નહી’ કરતાં કરતાં , બાકી જે અવશેષ રહે; એ જ અનાદિ, અનંત આત્મા, વેદો પણ એવું જ કહે. ધ્રુવ આત્મામાં નહીં ‘ હું’ ‘તું’ કે ‘તે’ ‘આ’ પણ એમાં નહીં જ દીસે; સત્, ચિત્ત, આનંદ છે એ પોતે, માય એકજ દેશ વિષે. આ નહીં. ક્ત, ભોક્તા, શ્રોતા, વક્તા, જ્ઞાતા, ધ્યાતા પણ નહીં એ; અંતર, બાહર સમાન ભાવે, સૌમાં એ જ પ્રકાશે છે. આ નહીંo સૌમાં તોયે સૌથી ન્યારો, શબ્દાતીત કહ્યો એને; નિર્ગુણ, નિશ્ચલ , નિર્વિકારી, ત્રિદોષ નહીં લાગે તેને. આ નહીંo અજરઅમર, અવિનાશી પોતે, પરમાનંદ સ્વરૂપ જ છે; જગ સાથે નહીં લાગે-વળગે, આત્મા એક અનુપ જ છે. આ નહીં અહંપણાનો ત્યાગ કરીને, આતમ-રૂપને જાણી લો; * શંકર'ના શબ્દો ઉર ધારી, જીવન્મુક્તિ માણી લો. આ નહીંo
૯૩૦ (રાગ : મુલતાની), આજે સૌને જયશ્રીકૃષ્ણ, કાલે વહેલા આવજો; હરિગુણ ગાવા, હરિરસ પીવા , આવે એમને લાવજો. ધ્રુવ મનમંદિરના ખૂણે ખૂણેથી, કચરો કાઢી નાખજો; અખંડ પ્રેમ તણી જ્યોતિને, કાયમ જલતી રાખજો. આજેo. વહેવારે પૂરાં જ રહીને, પરમારથમાં પેસજો; સઘળી ફરજો અદા કરીને , સત્સંગ માંહી બેસજો. આજે હરતાં ફરતાં કામો કરતાં, હૈયે હરિને રાખજો; માન બડાઇ છેટી મેલી, ઇર્ષા કાઢી નાખજો. આજે હૈયે હૈયાં ખૂબ મિલાવી, હરિનું નામ દીપાવજો; ભક્તિ કેરાં અમૃત પીને, બીજાને પિવડાવજો. આજે સૌમાં એક જ પ્રભુ વિરાજે, સમજી પ્રીતિ બાંધજો; ‘શંકર'ની શિખ હૈયે ધારી, હરિથી સુરતા સાધજો. આજે
આત્મ તત્ત્વ જાને નહીં, કોટિ કચૈવ કીન જ્ઞાન તારન તિમિર ભગે નહીં, જબ લગ ઊગે ન ભાન ૫૦૧૦
શંકર મહારાજ