Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પ૩૧ પ૭૨
પ૭૪
૧૭૫
૫૭૬
પ99
ગરબી. લાવણી કામદ તિલંગ પ્રભાત સારંગ દેશ હંસકંકણી ભૈરવી બાગેશ્રી શિવરંજની બાગેશ્રી લાવણી
મોટા જનનો જો મેળાપ મોટાની મોટાઈ પોતે નાના. રાખે પ્રીતિ સેવક પર સદાય વ્હાલા ! મારા હૈયામાં રહેજે વીનતી માહરી આજ પ્રભાતની સકળ સૃષ્ટિમાં કોઈનું સગું જો સૌને જોઈએ એક જ ‘હા’ હરિજન હરિને છે બહુ પ્યારા હરિના ગુણલા ગાતી જા તું હું દીન માનવ સાધનહીંના હું તારો તું મારો પ્રભુ કદી હૈયા સુના માનવીઓને હોરે વ્હાલા અરજી અમારી
પ૪૪ (રાગ : લાવણી) અભિલાષ વ્યર્થ જાશે, જો પાત્રતા ન પાસે. ધ્રુવ સેવક બની સંસારે, સુખ-ચાહના વિચારે; સેવાની હાંસી થાશે, જો પાત્રતા ન પાસે. અભિo ટુકડા તણો ભિખારી, રાખે મગજ ખુમારી; ગાળો જગતની ખાશે, જો પાંત્રતા ન પાસે. અભિo આદત પડી વ્યસનની, થતી પાયમાલી ધનની; અમીરી ત્યાં રિસાશે, જો પાત્રતા ન પાસે. અભિo વ્યભિચારપંથે વિચરે, કર્તવ્ય નિજ વીસરે; ગતિ શુભ ત્યાંથી નાસે, જો પાત્રતા ન પાસે. અભિo પાઈ પાઈ ભેગી કરતો, બની લોભિયો એ તો; અપયશથી એ ગવાશે, જો પાત્રતા ન પાસે. અભિo અભિમાન દિલ રાખે, સૌને ઊતરતાં ઝાંખે; સૌંદર્ય નહિ પ્રકાશે , જો પાત્રતા ન પાસે. અભિo પુનિત આંબો ન વાવે, શૂળો બાવળની છાવે; દોહે છે પય આકાશે , જો પાત્રતા ન પાસે, અભિo
૫૪૩ (રાગ : ઝૂલણા છંદ). અભિમાનનું ભૂત ભમાવે છે, જ્યારે મૃત્યુ નજદીક આવે છે; નિજ ગુણલાંને એ ગાવે છે, જ્યારે મૃત્યુ નજદીક આવે છે. ધ્રુવ હું મોટો મારો નહીં જોટો, એવો દંભ કરે અંતર ખોટો; એનો દંભ જ એને ખાવે છે, જ્યારે મૃત્યુ નજદીક આવે છે. અભિo ગાડા નીચે કૂતરું ચાલે , એ જાણે મારાથી ચાલે; એ દાંતે જુદું ચાવે છે, જ્યારે મૃત્યુ નજદીક આવે છે. અભિo શબ્દ શબ્દ હુંકારો ઘડીએ, બોલે મારો મારો; સન્નિપાત એવો થાવે છે, જ્યારે મૃત્યુ નજદીક આવે છે. અભિo પુનિત પામર એ છે પ્રાણી, જીવનની રીતને ના જાણી; કડવાં બીજોને વાવે છે, જ્યારે મૃત્યુ નજદીક આવે છે. અભિo
પ૪૫ (રાગ : ધોળ) અમૃતરસના ચાખ્યા છે જેણે સ્વાદ રે; પોકારે એ પ્રભુને ઊંચે સાદ રે.
ધ્રુવ દુનિયા એને ફીકી સદાયે લાગે રે; ઝબકી ઝબકી નિદ્રાથી એ તો જાગે રે.
અમૃતરસના પગલાં માંડે જાણે પ્રદક્ષિણા થાતી રે; વાણી બોલે, સ્તુતિ હરિની ગવાતી રે.
અમૃતરસના
કબીર મન તો એક હૈ, ભાવૈ તહાં લગાય. ભાવૈ ગુરુ કી ભક્તિ કર, ભાવૈ વિષય ભમાય.
ઉ૩૪)
કૌઆ કિસકા ધન હરા, કોયલ કીસ કો દેત | | મીઠા શબ્દ સુનાય કે, જગ અપના કર લેતા ઉ૩૫
પુનિત મહારાજ
ભજ રે મના