________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજકાલ કહી કહી લલચાવ્યો, દીધું ન હ થી દાન; ફરી ફરી ફેરા ફરી થાક્યો,તોયે ન દીધુ ધ્યાન;
હવે હું ઘરઘર ઘરણું ઘાલીશ. પ્રભુજી-૨ મોખ નથી હમણાં દેવાનો, મુખે કહેતાં શું થાય; સૂડી વચ્ચે સોપારી આવી, એવો બન્યો છે ન્યાય;
છતાં નહિ લીધા વિના જઇશ પ્રભુજી. ૩ ના ના કહેતા માન ન રહેતાં, દેતાં ન ચાલે જીવ; દાતાથી પણ કુંજસ સારો, ના કહીં આપે સદેવ;
નિણંદજી ખાલી કેમ કાઢીશ. પ્રભુજી ૪ ઓછું થઈ જાશે એવા ભયથી, દેતાં કરો છો વિચાર; માંગ જે માંગે આપું તુજને, તેં કેમ કર્યો ન ઉચ્ચાર;
હવે તું મુજને શું આપીશ. પ્રભુજી. ૫ દાયક બિરૂદ ધરીને બેઠા, કલ્પતરૂની જેમ; હવે ચાચકનું વાંછીત દેતા, ગુંદા ગાળો છો કેમ?
જગપતિ બિરૂદ કેમ પાળીશ? પ્રભુજી. ૬ ધાર્યાથી તને ઓછું આપીશ, કાઢીશ નહી નિરાશ; આટલું પણ નવી મુખથી બોલો, શું અમ સરશે આશ;
વળી મુજ દારિદ્ર શું ટાળીશ. પ્રભુજી છે તું દારિદ્ર દાવાનળ સમાવવા, સમજી મેઘ સમાન; વર્ષ વર્ષ કહેતો હું મુખથી, ધરું છું તારું ધ્યાન;
છતાં મને ક્યાં સુધી સતાવીશ.પ્રભુજી ૮ વીતરાગ પદ પામી પોતે, ભક્તને રાગી કીધ; રાગીને શું આપે નિરાગી, હવે મેં સમજણ લીધ;
મુનિવર ઇચ્છાને વારીશ. પ્રભુજી. ૯
For Private And Personal Use Only