________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૮િ૦ વૈરાગ્યની સજઝાયો હતું બાળકપણું પછી નિશાળે ભણવું; પંડિતપણું મેલી, મુરખપણું લેવું,
આ સંસાર સુકુડો રે સુજ્ઞાની સુધર્મી.............. ૧ આવ્યો શાળો ને શાળી, વચ્ચે મેલો ને શાળી; ભાઈએ બેન જ ટાળી, જો જો હૃદય વિચારી. આ૦ ૨ દીકરે દગો જ દીધો, વહુએ દાવો જ કીધો; ઓરડો જુદો લીધો, પીયુ પોતાનો કીધો. આ૦ ૩ પિતા વિચારી જો જો, ભાગ વેંચીને દેજો;
ન્યાય ચૂકવીને આલો, નઇતર કોરટે ચાલો. આ૦ ૪ ડોસી માટે બેસી ખાય, ડોસો કાંઈ ન કમાય; ભંડો મરીચ ન જાય, ઘરમાં મોકળું ન થવાય આ૦ ૫ એવી હીરવિજયની વાણી, સમજે સહું ભવિ પ્રાણી; ધર્મ કરશે તે તરશે, નહિતર સંસારે રઝળશે. આ૦ ૬
૮િ૧ વૈરાગ્યની સઝાયો અમે તો આજ તમારા રે બે દિનના મહેમાન; સફલ કરો સહજ સમાગમ, સુખનું એહી જ નિદાન. અમે ૧ આવ્યા જેમ જાશું તે રીતે, સર્વે એમ સમાન; પાછા કોઈ દિન નહિ મળીચે, ક્યાં કરશો સન્માન? અમે ૨ સાચવજો સંબંધ પરસ્પર, ધર્મે રાખી ધ્યાન; સપી સગુણ લેજો દેજો, દૂર કરી અભિમાન. અમે ૩ લેશ નથી અમને અંતરમાં, માન અને અપમાન; હોય કશી કડવાશ અમારી, તો પ્રિય કરજો પાન. અમે ૪
For Private And Personal Use Only