Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari
Author(s): Jinprabhsuri, Yugprabhvijay
Publisher: Bhadrankar Jin Prakashan

View full book text
Previous | Next

Page 671
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ******* સયસાર સંવત ઓગણત્રીશે, રહી રાંદેર ચોમાસ એ, વિજયાદશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ, નિર્જરા હેતે સ્તવન રચીયું, નામે પુણ્ય પ્રકાશ એ. ૫ પુણ્ય પ્રકાશનું સ્તવન સમાપ્ત ૨ અમૃતવેલની સજ્ઝાય ચેતન ! જ્ઞાન અજુવાળીયે, ટાળીયે મોહ સંતાપ રે; ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે. ૧ ઉપશમ અમૃતરસ પીજીએ,કીજીએ સાધુ ગુણ ગાન રે; અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને માન રે. ૨ ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાચ રે; સમકિત રત્નરૂચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે. ૩ શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે; પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગ મિત્ત રે. ૪ જે સમવસરણમાં રાજતાં, ભાંજતા ભવિક સંદેહ રે; ધર્મના વચન વરસે સદા, પુષ્કરાવર્ત જિમ મેહ રે. ૫ શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે; ભોગવે રાજ શિવ નગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે. ૬ સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાથે શિવ પંચ રે; મૂળ ઉત્તર ગુણે જે વર્યા, ભવ તર્યા ભાવ નિગ્રંથ રે. ૭ શરણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયાભાવ રે; જેહ સુખ હેતુ જિનવર કહ્યો, પાપ જલ તરવા નાવ રે. ૮ For Private And Personal Use Only ૬૪૯

Loading...

Page Navigation
1 ... 669 670 671 672 673 674 675 676 677 678