Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari
Author(s): Jinprabhsuri, Yugprabhvijay
Publisher: Bhadrankar Jin Prakashan

View full book text
Previous | Next

Page 657
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મકથી તે બીજો જાણિયે નંદિષણ પરે જેહ; નિજ ઉપદેશે રે રંજે લોકને, ભંજે હૃદય સંદેહ. ધન. ૨૯ વાદી ત્રીજે રે તર્ક નિપુણ ભયો, મલ્લવાદી પરે જેહ; રાજદ્વારે રે જય કમલા વરે, ગાજંતો જિમ મેહ. ધન. ૩૦ ભદ્રબાહુ પરે જેહ નિમિત્ત કહે, પર મત જીપણ કાજ; તેહ નિમિત્તિ રે ચોથો જાણિયે, શ્રીજિનશાશન રાજ. ધન૩૧ તપ ગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ; આશ્રવ લોપે રે નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ. ધન ૩૨ છઠ્ઠો વિધા રે મંત્ર તણો બલિ, જિમ શ્રીવયર મુણિંદ; સિદ્ધ સાતમો રે અંજન ચોગથી, જિમ કાલિક મુનિ ચંદ. ધન૦ ૩૩ કાવ્ય સુધારસ મધુર અર્થે ભર્યા, ધર્મ હેતુ કરે જેહ; સિદ્ધસેન પરે રાજા રીઝવે, અઠ્ઠમ વર કવિ તેહ. ધન. ૩૪ જબ નવિ હોવે પ્રભાવક એહવા, તબ વિધિ પૂર્વ અનેક; જાગા પૂજાદિક કરણી કરે, તેહ પ્રભાવક છેક. ધન. ૩૫ ઢિાળ છ-મી સોહે સમકિત જેહથી, સખિ ! જિમ આભરણે દેહ; ભૂષણ પાંચ તે મન વસ્યાં, સખિ મન વસ્યાં, તેહમાં નહિ સંદેહ, મુજ સમકિત રંગ અચલ હોજો. મુ. ૩૬ પહેલું કુશલપણું તિહાં, સખિ વંદનને પચ્ચક્ખાણ; કિરિયાનો વિધિ અતિ ઘણો, સખિ અતિ ઘણો આચરે તેહ સુજાણ મુo ૩૦ બીજુ તીરથ સેવના, સખિ તીરથ તારે જેહ; તે ગીતારણ મુનિવરા, સખિ તેહશું કીજે નેહ. મુ૦ ૩૮ ભગતિ કરે ગુરૂ દેવની, સખિ ત્રીજું ભૂષણ હોય; કિણહી ચલાવ્યો નવિ ચલે, સખિ ચોથું ભૂષણ જોય. મુ. ૩૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678