Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari
Author(s): Jinprabhsuri, Yugprabhvijay
Publisher: Bhadrankar Jin Prakashan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢિાળ પાંચમી જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તો, કર્યા કર્મ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તો. ૧ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો, શરણ ધર્મ શ્રી જૈનનો એ, સાઘુ શરણ ગુણવંત તો. ૨ અવર મોહ સવિ પરિહરીએ, ચાર શરણ ચિત્ત ધાર તો, શિવગતિ આરાધન તણો એ, એ પાંચમો અધિકાર તો. ૩ આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કેઈ લાખ તો, આત્મસાખે તે નિંદીએ એ, પડિક્કમિએ ગુરૂ સાખ તો. ૪ મિયામતિ વતવિયાએ, જે ભાખ્યાં ઉસૂગ તો, કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂગ તો. ૫ ઘડ્યા ઘડાવ્યાં જે ઘણાં એ, ઘરંટી હળ હથીયાર તો, ભવ ભવ મેલી મૂકીયાં એ, કરતાં જીવ સંહાર તો. ૬ પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તો, જનમાંતર પહોત્યાં પછી એ, કોઈએ ન કીધી સાર તા. ૭ આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તો, ત્રિવિધ ત્રિવિધ વોસરાવીએ એ, આણી હૃદય વિવેક તો. ૮ દુષ્કૃતનિંદા એમ કરીએ, પાપ કર્યો પરિહાર તો, શિવગતિ આરાધન તણો એ, એ છઠ્ઠો અધિકાર તો. ૯
ઢિાળ છઠ્ઠી ધન ધન તે દિન માતરો, જીહાં કીધો ધર્મ, દાન શીયળ તપ ભાવના, ટાળ્યા દુષ્કૃત કર્મ. ધન૧
For Private And Personal Use Only

Page Navigation
1 ... 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678