________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે ચતુર ચોમાસું કરી ચાલ્યાં, તે ઉપર દિન મેં ગાળ્યાં;
હવે ભલું થયું નયણે ભાળ્યાં. અહો૦ ૨ હવે દુઃખડા મારા ગયા દૂરે, આનંદ નદી હરખે પૂરે;
હવે ચિત્ત ચિંતા સઘલી ચૂરે. અહો૦ ૩ મારા તાપ ટલ્યા સઘળા તનના, મારા વિલય ગયા વિકલ્પ મનના
વલી ગૂઠા નીર અમૃત ધનના. અહો. ૪ એક ચોમાસુ ને ચિત્રશાલી, એ નાટક ગીત તણી તાલી;
મુજ સાથે રમીએ મન વાલી. અહો ! તવ બોલ્યા યૂલિભદ્રસુણ બાળા, તુમ કરીશ ચિત્ત ચરિત્ર ચાળા,
એ વાત તણાં હવે ધો તાળાં; અહો મનહરણી ! તમે મુજ ઉપર રાગ સરાગ ન રાખો; અહો સુખકરણી ! સંયમ રસથી, રાગ હૈયામાં રાખો. અહો ૬ હવે રસભરી વાત તિહાં રાખી, મેં સંચમ લીધું ગુરુ સાખી;
ચિત્ત ચોખે ચારિત્ર રસ ચાખી. અહો૦ ૦ હવે વિષય તૃષ્ણાથી મન વારો, હવે ધર્મ ધ્યાનને દિલ ધારો;
આ ભવોદધિથી આતમ તારો. અહે. ૮ કોશ્યા મુનિ વચને પ્રતિબોધી, આશ્રવ કરણી તે સવિ રોધી;
તે વ્રત ચોથું લઈ થઈ શુદ્ધિ. અહો- ૯ જે નર એવી પ્રીત પાલે, જે વિષમ વિષયથી મન વાલે;
તે તો આતમ પરિણતિ અજવાળે. અહો૧૦ જે એહવા ગુણીના ગુણ ગાવે, જે ધર્મરંગ અંતર ધ્યાવે;
તે તો મહાનંદ પદ નિશ્ચલ પાવે. અહો. ૧૧
૮િ શ્રી સ્થૂલિભદ્રની સજઝાયો શ્રી સ્થૂલિભદ્ર મુનિગણમાં શિરદાર છે, ચોમાસુ આવ્યા કોશ્યા આગાર જો,
ચિત્રામણ શાળાચે તપજપ આદર્યા છે. ૧
For Private And Personal Use Only