________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વનમાં મળશે મામા મામી આજ, ત્યાં પવનજી કરશે સાજ;
પછી સરસે તમારા કાજ.સાહેલી. ૧૦ મુનિરાજની શીખ જ સારી, સર્વે લેજો ઉરમાં અવધારી;
માણેકવિજયને જાઉં બલિહારી. સાહેલી. ૧૮
દિ6 શ્રી રૂક્ષ્મણીની સઝાયો વિચરંતા ગામોગામ, નેમિજિનેશ્વર સ્વામ; આ છે લાલ, નયરી &ારામતિ આવિયા જી. ૧ વનપાલક સુખદાય, દીયે વધામણી આય; આછે લાલ, નેમિ નિણંદ પધારીયાજી. ૨ કૃષ્ણાદિક નરનાર, સહુ મલી પર્ષદા બાર; આ છે લાલ, નેમિ વંદન તિહાં આવિયા જી. ૩ દેશના દીએ જિનરાય, આવે સહુને દાય; આ છે લાલ, રૂક્ષ્મણી પૂછે શ્રી નેમને જી. ૪ પુત્રને હારે વિયોગ, શ્યો હશે કર્મ સંયોગ, આ છે લાલ, ભગવંત! મુજને તે કહો જી. ૫ તવ ભાખે ભગવંત, પૂરવભવ વિરાંત, આ છે લાલ, કીધા કર્મ ન છૂટી જી. ૬ પૂરવભવ કોઈવાર, તું હતી તૃપની નાર, આ છે લાલ, ઉપવન રમવા સંય જી. ૭ ફરતા વન મોઝાર, દીઠો એક સહકાર, આ છે લાલ, મોરલી વિયાણી તિહા કો જી. ૮ સાથે હતો તુમ નાથ, ઇંડા ઝાલ્યા તેણે હાથ; આ છે લાલ કુંકુમ વરણાં તે થયાં જી. ૯ નહિ ઓળખે સિંહા મોર, કરવા લાગી શોર, આ છે લાલ, સોળ ઘડી નવિ સેવિયાં છે. ૧૦ વિણ અવસર ઘમઘોર, મોરલી કરે છે શોર, આ છે લાલ ચિહુ દિશિ ચમકે વિજળી જી૧૧ પછી ચુક્યો તિહાં મેહ, ઇંડા ઘોવાણા તેહ આ છે લાલ, સોળ ઘડી પછી સેવિયાં જી ૧૨ હસતાં તે બાંધ્યા કર્મ, નવિ ઓળખ્યો જિનધર્મ આ છે લાલ, રોતા ન છૂટે પ્રાણિયાં છે. ૧૩ તિહાં બાંધ્યો અંતરાય, ભાખે શ્રી જિનરાય આ છે લાલ, સોળ ઘડીના 9 સોળ થયાં છે. ૧૪ દેશના સુણી અભિરામ, રૂક્ષ્મણી રાણી તામ; આ છે લાલ, શુદ્ધો સંયમ આદર્યો છે. ૧૫ સ્થિર કરી મન વચ કાય, કેવળનાણ ઉપાય, આ છે લાલ, કર્મ ખપાવી મુગતે ગયાં છે. ૧૬ તેહનો છે અધિકાર, અંતગડ સૂત્ર મોઝાર, આ છે લાલ, રાજવિજય રંગે ભણે છે. ૧૦
For Private And Personal Use Only