________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્ય ધન્ય છે સર્વશિરોમણિ રાયને, જેમ જેમ કસીએ તેમ તેમ કંચનવાન જો; સુરપતિ આગળ સ્તુતિ કરે હરિશ્ચંદ્રની, દીઠો ન જગમાં વૈર્યમાં મેરુ સમાન છે. સ. ૨૨ વિચરતા પ્રભુ શાંતિ જિનેશ્વર આવીયા, રાયને રાણી વંદન અર્થે જાય જો; દેશનાંતે હરિશ્ચંદ્ર પૂર્વભવ પૂછીયો, શા કારણથી ભંગીપણું મુજ થાય ? સ૦ ૨૩ બાર વરસ લગે દુઃખના ડુંગર દેખીઆ, સુતારા શિર પર આવ્યું મહાન કલંક જો, વિખૂટો કર્યો પુત્રને રાણીથી મુજને, કારણ વિણ કદી કાર્ય બને ન નિઃશંક જો. સહ ૨૪ પ્રભુ કહે તમે રાય-રાણી પૂર્વે હતા, સાથે સાથે બે મુનિ આવ્યા તુમ ગામ જો; રૂપ દેખીને રાણી વીંધાણી કામથી બોલાવે મુનિને દાસી દ્વારા ભીડી હામ છે. સ૨૫ હાવભાવ દેખાડ્યા બહુ એકાન્તમાં, પણ મુનિ કહે છે ભસ્મ થયો છે અને કામ જો; તેથી કામ અમારો હવે નથી જાગતો, વળી મળ-મૂત્રની કૂડી કાયા છે ઉદામ જે. સવ ૨૬ નિરાશ થઈને રાણી નૃપ કને જઈ, આળ ચઢાવ્યું મુનિ ઉપર નિરધાર જો, તાડના પૂર્વક બંદીખાને નંખાવીયા, માસાંતે રાય કરે પસ્તાવો અપાર છે. સ૦ ૨૦ દોષ નમાવી મુનિથી સમકિત પામીયા, મુનિવર બન્ને કાળ કરી પહોતા દેવલોક જો; કસોટી મિષથી વેર પૂર્વ તેણે વાળીયું, સુખ-દુઃખ નિમિત્ત કર્મ જાણી તો શોક જો. સ૦૨૮ રાય ને રાણી જાતિસ્મરણ પામીયા. અન્ય નિદાન ને દીઠો મહાવિપાક જો; જગતની વિચિત્રતા સર્વે અનુભવી, કર્મ-બંધના છોડ્યા સકળ નિદાન જો. સ. ૨૯ સાકેતપુરનું રાજ્ય દઈ રોહિતાશ્વને, દીક્ષા લીધી સોળમા જિનવર પાસ જો; કેવળ પામી શિવપુરમાં સિધાવીયા, “નીતિ ઉદયનો' કર્જ શિવપુર વાસ જ સ ૩૦
[ ૦૧ અમરકુમારની સજઝાયો રાજગૃહી નગરી ભલી, તીહાં શ્રેણિક રાજા રે; જિનધર્મનો પરિચય નહીં, મિથ્યામતમાંહે રાચ્યા રે,
કર્મતણી ગતિ સાંભળો. કર્મ ૧ કર્મ તણી ગતિ સાંભળો, કર્મ કરે તે હોય રે; સ્વાર્થના સહ કો સગાં, વિણ સ્વારથ નહીં કોય ૨. કર્મ૨
For Private And Personal Use Only