________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| શ્રી કુંથુજિન સ્તવન - ૩
મનડું કિમ હિન બાજે હો કુંથુજિન, મનડું કિમ હિન બાજે! જિમ જિમ જતન કરીને રાખું,તિમ તિમ અલગું ભાજે. હો કુંથ૦ ૧. રજની વાસર વસતિ ઉજ્જડ, ગચણ પાચાલે જાય;
સાપ ખાય ને મુખડું થોથું, એહ ઊખાણો જાય.હો કુંથુ ૨. મુગતિતણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિંતે, નાખે અવળે પાસે.હો કુંથ૦ ૩. આગમ આગમધરને હાથ, નાવે કિવિધ આંસું, કિહાં કણે જો હઠ કરી હટકું તો વ્યાલાણી પરે વાંકુ હો કુંથ૦ ૪. જે ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પણ નાહિ; સર્વમાંહે ને સહુથી અલગું એ અચરિજ મનમાંહિ. હો કુંથ૦ ૫. જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન માહરો સાલો. હો કુંથ૦ ૬. મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ડેલે; બીજી વાત સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે. હો કુંથુ છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. એક વાત નહિ ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી. હો કુંથ૦ ૮ મનડું દુરારાધ્ય તેં વશ આપ્યું, તે આગમથી મતિ આણું; આનંદધન પ્રભુ મારું આણો, તો સાચું કરી જાણે. હો કુંથ૦ ૯.
કુંથ જિનેશ્વર સાંભળો, એક અરજ કરૂં કરજેડ રે, મહેર કરી મુજ સાહિબા રે, ભવોભવ તણી ભાવઠ છોડ રે. ૧
For Private And Personal Use Only