________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ રપર - માજી મેં તો સગપણ એહશું કીધું રે, હવે સઘળું કારજ સીધું રે; એ તો જીવન અંતરજામી રે, નિરંજન એ બહુનામી રે. શ્રી. ૪ ઘણું શું એહને વખાણું રે, હું તો જીવના જીવન જાણું રે; ઘણું જે એહને મલશે રે, તે તો માણસમાંથી ટલશે રે. શ્રી૫ મનડાં જેણે એહશું માંડ્યાં રે, તેણે દ્ધિવંતાં ઘરછોડ્યાં રે; આગે જેણે એહ ઉપાસ્યો રે, તેણે શિવસુખ કરતલ વાસ્યોરે. શ્રી. ૬ આશિક જે એહના થાયે રે, તેણે સંસારમાં ન રહેવાય રે; ગુણ એહના જે ઘણાં ગાશે રે, તે તો આખરી નિર્ગુણ ગાશે રે. શ્રી ૦ મેં તો માંડી એહશું માચારે, મને ન ગમે બીજાની છાયા રે; ઉદયરત્ન મુનિ એમ બોલે રે, કોઈ નાવે એહને તોલે રે. શ્રી. ૮
શાંતિ જિનેશ્વર સાંભળોજી, મુજ મનની એક વાત; રાત દિવસ હું વિનવજી, શરણ માંગુ સાક્ષાત;
જિનેશ્વર ! મુજ પાપીને તાર.. ૧ સાચા ખોટા મેં કર્યાજી, કીંધા પાપ અપાર; હેર કરી મને તારજોજી, ટાળો પાપ પરિતાપ, જિને ૨ સ્વારથીયો સંસાર છે જી, લક્ષ્મી અસ્થિર નિદાન; પરમાર્થમાં નવિ વાપર્યજી, એકલા જાવું તે જાણ. જિને. ૩ લક્ષ્મી કેરી લાલચેજી, લૂટ્યાં મેં લોક અનેક; શાસનપતિ નામું પડેજી, લખાઈ ગયા ત્યાં લેખ. જિને ૦ ૪ કર્યા કર્મ સ અનુભવેજી, કોઈ ન રાખણહાર; શાંતિ જિનેશ્વર જાપથીજી, કોઈ દિન પામે પાર જિને. ૫ વિશ્વસેન કુલ દીપાવીયુજી, અચિરામાતા સુખકાર; લાખ વર્ષનું આઉખુજી, મૃગલંછન મનોહાર. જિને ૬
For Private And Personal Use Only