Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ એ પ્રસાદ સવિ સુગુરૂ ભજનકે, જિનદિને વ્યવહાર; જ્ઞાનગભિત શુભ કિરિયા, ધરમકે પરમાધાર. ૧૩ વ્યવહાર નિશ્ચય પદ પાવે, ક્યું નૃપ લંછન રાજ, વ્યવહારે નિશ્ચય અનુસરતાં, સીજે સકલહિત કાજ. ૧૪ વાચક જસ વિજયે ઈમ દાખી, આતમસાખિ રુદ્ધિ ભાખી સદગુરુ અનુભવ ચાખી, રાખીયે કરિ ઘન વૃદ્ધિ. ૧૫ ગુણોને ખીલવે છે તે શિવ રાજ્યને પ્રાપ્ત કરે છે. વ્યવહાર વડે નિશ્ચય ધર્મને અનુસરતાં સકલહિત કાર્યની સિદ્ધિ થાય છે. વાચક શ્રી યશેવિજયજીએ આત્મ સાક્ષીએ આત્માની ઋદ્ધિને દેખાડી છે. શ્રી સદ્ગુરુ મહારાજની પાસે રહી અનુભવ જ્ઞાનનો રસ સ્વાદીને આત્મહિત શિક્ષા ભાખી છે તે હિત શિક્ષાને હૃદયમાં મેઘની વૃદ્ધિની પેઠે ધારણ કરીએ તે આત્મા ગુણોની ઘણું વૃદ્ધિ થાય. શ્રીમદ્ ઉપાધ્યાયના પધમયોદ્ગારથી અવધવાનું કે અધ્યાત્મજ્ઞાન દષ્ટિથી પિતાના આત્માની ઉગ્રતા કરી શકાય છે અને પિતાના આત્મામાં અનન્ત સુખ છે એવો અનુભવ કરી શકાય છે. પિતાના આત્મામાં વાસ્તવિક સુખ છે એ અનુભવ પ્રગટતાં દુનિયાની મહ દશાથી પિતાનું મન પાછું હડે છે અને પરવસ્તુઓની પ્રાપ્તિ માટે અનેક પ્રકારની ઈછીએ, ચિન્તાઓ, ભય, અને શોક વગેરે જે જે મોહ ચાળાઓ થાય છે તે પશ્ચાત થતા નથી. અને આત્મામાં પરમ સંતોષ પ્રગટે છે. ધર્મ વ્યવહાર સાધક સતે અધ્યાત્મ જ્ઞાન વડે આત્મધર્મમાં રમતા કરી સહજ સમાધિ સુખ પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મ જ્ઞાનીઓને આવી અધ્યાત્મ દશાનો અનુભવ આવે છે તેથી તે ઉપર પ્રમાણે ગાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81