Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ. જો આ મનુષ્ય જેની ઈચ્છાશક્તિ આટલી બધી વૃદ્ધિ પામેલી છે, તે પિતાનું બળ ધર્મ કામમાં વાપરે તે ત્યાં પણ તેટલો જ વિજય મેળવે. એ કૂદ ધજો સૂર – જે કાર્યમાં શૂરવીર હોય છે તે ધર્મમાં પણ તેટલાજ શૂરવીર માલમ પડે છે. આનું જે કારણ તપાસીએ તો આપણને જણાશે કે તેઓએ પિતાની દઢ ઇચ્છાશક્તિ અથવા સંકલ્પ બળ ખીલવ્યું છે. આત્માની અનંતશક્તિ આગળ કશું અસાધ્ય નથી. આ બાબતને સમર્થન કરતાં શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાવર્ણમાં લખે છે કે – अहो ऽनन्त वीयों ऽयमात्मा विश्वप्रकाशकः ॥ त्रैलोक्यं चालयत्येव ध्यानशक्ति प्रभावतः ॥२॥ આ વિશ્વને પ્રકાશ કરનાર આત્માની શક્તિ અનંત છે. પિતાની ધ્યાનશક્તિ દ્વારા તે ત્રણ ભુવનને ચલાવવાને સમર્થ છે. બંધુઓ ! કાંઈ ખ્યાલ આવે છે કે? આત્મામાં ત્રણ ભુવનને ચલાવવાનું બળ રહેલું છે. પણ તે બધું તિરહિત છે—ગુપ્ત છે, અવ્યક્ત છે, અપ્રકટ છે. પણ તમારી અંદર તે છે. હવે તે પ્રકટ કરવાને શા પ્રયત્ન કરવા તે વિચારવાનું છે કારણ કે તે પ્રશ્નના જવાબ ઉપર આ લેખની સાર્થકતા છે. પ્રથમ તે તમારી ઈચ્છાશક્તિ દઢ કરે. નાની નાની બાબતમાં તમારી ઇચ્છાશક્તિ દઢ કરવાનો નિશ્ચય કરે, દાખલા તરીકે સવારમાં પાંચ વાગે ઉઠવાને નિશ્ચય કરે. બીજે દિવસે બરાબર પાંચ વાગે ઉઠે. આ વખતે તમારું શરીર તમને અંતરાય રૂ૫ થશે, તમને આળસ આવશે, સવારની ઠંડી પવનની લહેર તમને પથારીમાં પડયા રહેવાનું સૂચવશે પણ તે બધી બાબતો તરફ બેદરકાર રહી તમારા દઢ નિશ્ચયને વળગી રહે, અને બરાબર તમે મુકરર કરેલે વખતે ઉઠે. તમે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81