________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ પામી ગયા તે પદ અવશ્ય પામીશું. આમાં કાંઈ પણ અશક્ય અથવા અસાધ્ય નથી. જે આ બાબતમાં કાંઈ પણ ખામી લાગી હોય છે તે આ બાબતના જ્ઞાનને અનુભવમાં મૂકવાની છે. સ્વાનુભવ દર્પણમાં યથાર્થ કહ્યું છે કે –
નવર ને શુદ્ધાત્મમાં કિંચિત ભેદ ન જાણ; એહજ કારણ મોક્ષનું, ધ્યાઈ લ્યો નિરવાણુ. જીન જે નિજ આત્મા, નિશ્ચય ભેદ ન રંચ; એજ સાર સિદ્ધાતને, છેડે સઉ પ્રપંચ.
જીનેશ્વરના આત્મામાં અને આપણું આત્મામાં એક રતિ માત્ર પણ ફેર નથી. બન્ને સ્વરૂપમાં એક સરખા છે. એકની શક્તિ વ્યક્તપ્રકટ થઈ છે, ત્યારે બીજાની શક્તિ તિરોહિત-ગુપ્ત છે. જે કાંઈ પણ ફેર હોય તો તે એટલો જ છે કે આપણે આપણું આત્મશક્તિઓને શ્રી જીનેશ્વરની માફક પ્રકટ કરવાને પુરતા પ્રયત્ન કર્યો નથી.
આપણે આ બાબત એક બે ટુંક દષ્ટાન્ત આપી પુરવાર કરીશું. એક સિંહના બચ્ચાની મા મરી ગઈ, અને તે ભોગજોગે બકરાંનાં ટેળાં વચ્ચે ઉછર્યું, ને પિતાને બીજા બકરાંઓ સમાન ગણવા લાગ્યું. તેની બધી આદતે પણ બકરાં સમાન થઈ ગઈ. એક દિવસ વનમાં તે બધાં બકરાં તે સિંહના બચ્ચાં સાથે ચરતાં હતાં, તેવામાં એક સિંહ આવી પહોંચ્યો. તેને જોઈ બધાં બકરાંએ નાસવા માંડયું. તેની સાથે આ સિંહના બચ્ચાએ પણ નાસવા માંડયું પણ છેડે દૂર જઈ સિંહની સ્વભાવિકટેવને અનુસરી પાછું જોયું. તરત જ તેને જણાવ્યું કે જે પ્રાણીથી અહીને નાસુ છું તે પ્રાણી દેખાય છે તે મારા જેવું તે પછી ડર શા સારૂ રાખવો ? એમ વિચારી તે સિંહથી ડર્યું નહિ. ધીમે ધીમે તે સિંહની પેઠે વર્તવા લાગ્યું, અને આખરે પિતે સિંહ છે એમ તેને ભાન થયું આવી જ સ્થિતિ આપણી પિતાની થઈ છે. સિંહના
For Private And Personal Use Only