________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
તમાં પ્રકટ કરવાને જે સાધના છે, તેમાંનું મુખ્ય સાધન આ આપણું શરીર છે. આ શરીર જેમ બને તેમ નિરોગી શુદ્ધ આત્માના પ્રકાશ ગ્રહણ કરી શકે તેવું મજબુત અને સૂક્ષ્મ refined પરમાણુાનુ અનેલુ હાવુ જોઇએ. કારણ કે “ sound mind can exist only in a sound body. ‘તંદુરસ્ત શરીરમાંજ તંદુરસ્ત મન રહી શકે. જ્યારે મનની શક્તિને ખરાખર પ્રકટાવવાને પણ તંદુરસ્ત શરીરની જરૂર છે. તો પછી આત્મબળ પ્રકટ થાય તે માટે કેટલા બધા શુદ્ધ શરીરની આવશ્યકતા છે તે તેા કહ્યા વિના પણુ સમજાય તેવી બાબત છે. જ્યારે મનુષ્ય એકાગ્રતા શિખે છે, જ્યારે મનુષ્ય મનને એક લક્ષ્ય બિન્દુ ઉપર સ્થિર કરતાં શિખે છે, ત્યારે તે મનની શક્તિ અને તગણી વધે છે. સરાવરના પાણીમાં કાં પણ બળ નથી, પણ્ તે પાણી જ્યારે સંચાવડે નળીમાં આવે છે. ત્યારે તેનુ મળ એટલું વધે છે કે કાચી પાચી નળી હોય તે તે તૂટી જાય છે. તેમ જ્યારે ધ્યાનવડે આ મગજમાં એકાગ્ર મનની અસર થવા માંડે છે, ત્યારે તે એટલી તે જબર હોય છે કે કાચું પોચુ મગજ અથવા કાચુ પોચું શરીર તૂટયા વિના રહે નહિ. માટે આત્મશક્તિ ખીલવવા ઇચ્છનારે પ્રથમ શરીરને પણ ખીલવવુ જોઇએ. ધ્યાન કે ચેાગના અભ્યાસ કરનારને ચેતવણી રૂપે કહેવાની જરૂર છે કે તમે ધ્યાન કે ચાગના અભ્યાસ કરવા માંડેા તે પહેલાં તમારા શરીરને ખરાખર કેળવેા. તેને શુદ્ધ બનાવા. તેના પરમાણુઓને પવિત્ર અનાવે. આ વાસ્તે નિયમિત આહાર વિહારની ધણી જરૂર છે. શરીરની શુદ્ધિ સારૂ બ્રહ્મચર્ય એ ઉત્તમ રસાયન છે. તમે ગમે તેટલી માત્રા ખાધી હાય કે રસાયનનું સેવન કર્યું હોય પણુ જ્યાં સુધી તમે બ્રહ્મચર્યરૂપી રસાયનનુ સેવન નથી કર્યું ત્યાં સુધી ઉત્તમ તાકાદ મેળવ વાના તમારા બધા માર્ગો વિફળ છે. નિયમિત કસરતની પણ શારીરિક બળ વાસ્તે એટલીજ જરૂર છે.
For Private And Personal Use Only