Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કસરતથી આળસને ત્યાગ થાય છે, લેહી શરીરમાં વધારે ઝડપથી ફરવા માંડે છે, શરીરમાંને મેલ પરસેવારૂપે બહાર નીકળે છે, અને ભૂખ પણ સારી લાગે છે, અને આ રીતે શરીર ઘણું મજબૂત અને નિરોગી બને છે. ભગવદ્ગીતામાં આ સંબંધમાં લખેલું છે કે જે અતિ ખાતે નથી તેમ ભૂખે પણ રહેતું નથી, જે વધારે જાગતો નથી તેમ વધારે ઉંઘ પણ નથી, જે આહાર વિહારમાં નિયમિત અને મધ્યમસર છે તે દુઃખને નાશ કરનારા વેગને વાતે લાયક બને છે. માટે શરીરને બરાબર કેળવો. શરીર તમારું સ્વામી ન બને એ બાબત ધ્યાનમાં રાખજે, પણ એ શરીર એ ધર્મનું પ્રથમ સાધન છે, એ બાબત પણ ભૂલી જતા ને. માટે “ઈચ્છીને રોધ એ તપની વ્યાખ્યા સ્મરણમાં રાખી યથાશક્તિ શરીરને કાબુમાં રાખતા શિખવું પણ શરીરને અતિ કષ્ટ આપી મારી નાંખવું નહિ. આ બને એકદેશીય માર્ગનો ત્યાગ કરી આ તેમજ બીજી અનેક બાબતમાં મધ્યમ માર્ગ ગ્રહણ કરો. આ પ્રમાણે બ્રહ્મચર્ય, કસરત, એગ્ય તપશ્ચર્યા તેમજ આરોગ્યવિદ્યાના નિયમોનું પાલન-આ સર્વથી શરીરને આત્મિક પ્રકાશ તથા મનની શક્તિઓ પ્રગટ કરવાને યોગ્ય સાધન બનાવવું એ ઘણું જરૂરનું છે. પણ આટલેથી અટકવાનું નથી. હજુ આ તે પ્રથમ પગથિયું છે. ગમે તેટલી શરીરશુદ્ધિ કરવામાં આવે છે તેથી પણ આત્મોન્નતિ થઈ શકે નહિ, પણ આત્મોન્નતિના વિકટ ભાર્ગમાં આ શરીર અંતરાયરૂપ ન થાય તે માટે તેને બરાબર કેળવવાના કામની આવશ્યકતા કોઈથી ના પાડી શકાશે નહિ. હવે આપણે મન તરફ દષ્ટિ ફેરવીએ. મન શરીરની અપેક્ષાએ શરીરનું શેઠ છે–સ્વામી છે, પણ આત્માની અપેક્ષાએ મન પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81