Book Title: Atmanand Prakash Pustak 013 Ank 06 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૫ ઐતિહાસિક સાહિત્ય. હારી એ આશા “ વ્યર્થ ” નહિ પણ “યથાર્થ ” હતી, એમ હુને હાલમાં મળેલા “ સુજસવેલી–ભાસ* ના એક છુટક પાના ઉપરથી જણાયું છે ! આ ભાસ પાટણના સંઘના આગ્રહથી કાંતિવિજય નામના મુનિવરે મહાપાધ્યાય શ્રી યશવિજયજીના ગુણગણુને પરિચય આપવા માટે બનાવી છે. આ “ભાસ” ને એકજ પત્ર અહિંના ભંડારના ટક પાનાઓમાંથી મળી આવ્યે છે. અતિ પરિશ્રમ કરવા છતાં પણ બીજે પત્ર મળી શકયો નથી ! જે મળે છે તે બીજે (અંતને) છે; પ્રથમને નથી. આ મળેલા પત્રમાં, ઉપાધ્યાયજીને વાચસ્પદ મળ્યાની અને કાળ ની સાલને ઉલ્લેખ છે. તથા અમદાવાદના અધિપતિ મહુબતખાનને, તેમની વિદ્વત્તાની ખ્યાતિ સાંભળી, મળવાની હુંશ થઈ આવવાથી, ઉપાધ્યાયજી તેની સભામાં જઈ અષ્ટાદશ (૧૮) અવધાન કરી ખાનને બહુ ખુશી કર્યા અને તેમ કરી શાસનની પ્રભાવના કયોનો પણ ઉલ્લેખ છે કે જે બીના આપણા માટે બીલકુલ નવી છે ! તેમજ એક કથનથી તેમણે બીજી કોઈ મહાન વિજયપતાકા મેળવ્યાનું પણ અનુમાન થાય છે, પરંતુ તે બધો ભાગ નહિં મળેલા પ્રથમ પત્રમાં રહી ગયે છે! આ શિવાય બીજી પણ ઉપયોગી અને મહત્ત્વની વાતને ઉલ્લેખ પ્રથમ પત્રમાં અવશ્ય હશે એમ લખનારની શૈલી ઉપરથી ચોક્કસ જણાય છે. તેઓશ્રીના દેશ, જાતિ સંબંધમાં તથા કાશી વિગેરે રહી વિદ્યાભ્યાસ કરવાના સંબંધમાં પણ અનુપલબ્ધ પત્રમાં અને વશ્ય ઉલ્લેખ હશે, એમ અંત:કરણ ખાતરી પૂરે છે. જેટલો આનંદ આ એક પત્ર મળવાથી થયો છે તેટલોજ ખેદ પ્રથમ પત્ર નહીં મળવાથી થયો છે! પરંતુ ઉપાય શું ? આ પત્રના મળવાથી તેઓશ્રીના જીવનની વિશિષ્ટ વાતો જાણવા માટે અંતરાત્મા અધિક ઉત્સુક થાય છે અને આ “ભાસ”ને પૂર્ણ તયા પ્રાપ્ત કરવા માટે દરેક વિદ્વાન અને રસિક હૃદયને વિનવવા ઈચ્છે છે કે તેમણે આ દિશામાં પ્રયત્ન કરી, જીર્ણ અને ટૂટક એવા પાનાઓનાં ભરેલાં ટેપલાં કે બાંધેલા પોટકાઓને ખુબ ધ્યાનપૂર્વક ઉથલાવી ઉથલાવી, આ મહામૂલ્ય કેહીનુર હીરાને પ્રાપ્ત કરવાનું મહાન યશ અને પુણ્ય ઉપાર્જન કરવું. પ્રસ્તુત પત્ર પણ આવી જે તરહના ટૂટક પાનાઓમાંથી, (કે જે નકામા હોવાથી કચરાના પેટલા ભેગા બાંધી દેવામાં આવ્યા હતાં,) મળી આવ્યું છે. આ પ્રતિ કઈ મૂલચંદ નામના ઠાકોર (ભેજક)ના ભણવા માટે લખવામાં આવી છે. તેથી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જો પાસેની જુની હાથ પથીઓમાં પણ તપાસ કરતાં કદાચ આ “સુજસવેલી ભાસ મળી આવે તે નવાઈ નથી, માટે તપાસ કરનારે આવા દરેક સાધન તરફ લક્ષ્ય રાખવાની જરૂર છે. વાચકેની જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે, ઉપલબ્ધ થયેલો એ ભાગ અત્ર આપ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48