________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
v
vvvvvvvvvvvv
સૌજન્યતા
૧૪૩ ઉમેદ પકડીએ તેમ તેમ પ્રયત્નની કઠિનતા દૂર થતી જાય છે. પૂર્ણ સત્યતા આવવાને ઘણે વખત લાગે તો પણ દિનપ્રતિદિન તેની વૃદ્ધિ થયા વિના રહેતી નથી.
દુર્ગણું પુરૂષો સંસારિક પદાર્થની પ્રાપ્તિ માટે હિંસા, જૂઠ, વિશ્વાસઘાત આદિ અનેક પ્રકારના દુષ્કર્મ કરે છે, અનેક પ્રકારનાં પાખંડ કરે છે, ધર્મ તરફ પ્રેમ ધારણ કરતા નથી, જે ખોટું અથવા ન કરવા ગ્યા હોય તે સત્ય માની કરવા પ્રયત્ન કરે છે, અન્ય ઉપર ક્રોધ કરે છે અને મનમાં વેરની ઝેરી વાસનાઓથી ઉપદ્રવ કરે છે, અન્ય મનુષ્યપર દ્વેષભાવ ઉત્પન્ન કરે છે, ક્લેશ કરે છે અને અન્ય જીવાનું ભલું ઇચ્છતા નથી. પણ સજ્જન પુરૂષો કઈ વખત પારકા દેષને કહેતા નથી, પરંતુ પારકા ગુણને તે અલ્પ હોય તે પણ નિતર કહે છે. પારકી સંપત્તિને જોઈને સંતોષ અને પરપીડાને જોઈ શક ધારણ કરે છે, આત્મપ્રશંસા કરતા નથી, ન્યાયનો ત્યાગ કરતા નથી અને એગ્યતાનું ઉલ્લંઘન કરતા નથી. વળી તેમને અપ્રિય વચન કહ્યાં હોય તો પણ તેઓ ક્રોધ કરતા નથી. આવું સત્પનું ચરિત્ર છે.”
પ્રત્યેક મનુષ્ય દ્રવ્યના લોભમાં તથા દુષ્કર્મમાં ન લુબ્ધ થતાં સદાચરણ, સસંગતિ, સુસ્વભાવ વિગેરે ગુણે આચરવા તથા બીજાને તે પ્રમાણે આચરવાને સદધ દેવા બનતે પ્રયત્ન કરે. લુચ્ચાઈ–દેગાઈથી ઉત્પન્ન કરાયેલી જે લક્ષમી તે સારી નથી, પણ સત્યતાથી ઉપાયેલું અલ્પ દ્રવ્ય તે ઘણું જ શ્રેષ્ઠ છે. લક્ષ્મી ચપળ છે, તે આજ છે ને કાલ નથી. એવા દાખલા આ વખતમાં ઘણે ઠેકાણે આપણે જેતા આવ્યા છીએ. પણ સકીર્તિ તો દુનિયામાં સદા વાસ કરીને રહેલી હોય છે. કીત્તિવાન મનુષ્યના મરણ પછી પણ તેનું નામ તે કીર્તિ અમર કરે છે અને તેના દૃષ્ટાંતો લઈ ઘણું માણસે તેવા સુજન પુરૂષનાં કાર્યો તથા આચરણેનું અનુકરણ કરે છે. તો સજન પુરૂષોએ-દ્રવ્યના લોભમાં ન પડતાં અલ્પ જે કંઈ પિતાની પાસે હોય તે સર્વસ્વ માની સત્કાર્ય આદરવાં.
સુજનતાવાળા મનુષ્યને વૈભવ રહિતપણું અર્થાત્ દારિદ્ર એજ સારું છે પણ દુષ્ટ આચરણ વડે ઉપાજેલી સંપત્તિ સારી નથી. કારણ કે આગામિ કાલને વિષે સુંદર એવું જે સ્વાભાવિક દુર્બલપણું તે શેભે છે, પણ પરિણામે દારૂણ એવી જે સજાથી થયેલી પુષ્ટતા તે શેભતી નથી.”
ઉપર કહ્યું છે કે જગતમાં સુખી કે દુ:ખી રહેવું, એને આધાર આપણું મન ઉપર છે. મન સંતુષ્ટ રાખીએ તો સર્વત્રજ સુખ છે અને અસંતુષ્ટ રાખીએ તો સવંત્રજ દુ:ખ છે. સજજનને સુખ ને દુર્જનને દુ:ખ એવા ચમત્કારિક બનાવે જગ
માં પુષ્કળ માલુમ પડે છે. પણ તેમનો પૂર્વાપર સંબંધ આપણા સમજવામાં આવતો નથી. તે પરમાત્મા પર વિશ્વાસ રાખી સદા સદ્વર્તન તથા સત્કાર્ય આચરવાં.
મનુ કહે છે કે –
For Private And Personal Use Only