________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનારાધન.
૧૪૧
એમ જણાવી ધામિક અભ્યાસ કરવાની વાતને ઉડાડી દેવામાં આવે છે, પણ અહીં આપણી ભુલ થાય છે, એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે.
આત્મિક ઉન્નતિ કરવાને, આત્માની શક્તિ ખીલવવાને, અને આત્માના મહાન ગુણ્ણા અને સદ્ગુણા ખીલવવાને ધાર્મિક જ્ઞાનની ખાસ જરૂર છે. વ્યવ્હારિક કાર્ય અથવા ધન કમાવવાને જેટલા વખત રીકીએ તે બધા પિરણામે આપણા આત્માને હીતકારક નથી, પણ જ્ઞાનાભ્યાસમાં જેટલા વખત રાકી આપણે આપણા જ્ઞાનાવણું ઓછા કરવાને શકિતમાન થઇએ, તેટલેા આપણને પેાતાનેજ લાભ છે. ભાવિ ઉન્નતિ કરતા છે. અને આગામી ભવ સુધારનાર છે, એ ભુલવા જેવુ નથી. જ્ઞાનાવ ઓછા થવાથી જેટલે અંશે આત્મા નિર્મળ થઇ આત્મિક શક્તિ ખીલે છે, તે પછી જો નવીન કના બંધ ન પડવા દેવાને આપણે ઉપયોગ રાખીએ તેા, આગામી ભવમાં પણ એ ખીલેલી શક્તિ કાયમ રેહે છે.
દરેક કાર્ય કરનાર,કરાવનાર, અને તેનું અનુમેાદન કરનાર, એ ત્રણને સરખા ફળના ઉત્પન્ન કરનાર કહ્યા છે. એ નિયમ જ્ઞાનાવણું કર્મ ખપાવવાને પણ લાગુ પડી શકે છે. જો પેાતાની શારિરીક સંપત્તિ સારી હોય, તા દરરાજના કાર્યક્રમમાં વિન અભ્યાસ, અથવા વાંચન, કે સજ્ઝાય ધ્યાનના માટે વખત કાઢવા જોઇએ. દરરાજના ઘેાડા થાડા અભ્યાસ કે વાંચનથી લાંખી મુદ્દતે ઘણા ફાયદા થએલા આપણને પ્રત્યક્ષ માલુમ પડશે. વમાનમાં અભ્યાસના અને વાંચનના સાધન જોઈએ તે પ્રમાણમાં મળી શકે તેમ છે.
જો નિરૂપાયથી પાતાથી જ્ઞાનાભ્યાસ થઈ શકતા ન હેાય તેા ખીજાઓને જ્ઞાનાભ્યાસ કરાવવાને પાતાની શક્તિ પ્રમાણમાં તન અને ધનથી મદદ કરવી જોઇએ. જેએ જ્ઞાનાભ્યાસ કરી શકે તેવા છે, પણ સાધન કે સગવડના અભાવે જ્ઞાનાભ્યાસ કરી શકતા નથી, તેમને સાધન અને સગવડ કરી આપવા, અપાવવાને પાતાથી થાય તેટલી ચેાગ્ય મદદ કરવાને પ્રયત્ન કરવાથી આપણા જ્ઞાનાવિણું કર્મ ઓછા થાય છે. આ બન્ને રીતે કાર્ય કરવાને પાતાનામાં શક્તિ ન હાય, તે પછી એ બન્ને કાર્ય કરનારના ગુણાનુ અનુમેાદન કરવું. તેમની પ્રશ ંસા કરવી, અને તેને અંતઃકરણ પૂર્વક, શુદ્ધ ભાવનાથી તેમનુ બહુ માન કરવુ એ ફળદાયક છે. કેમકે પ્રશંસા અને બહુ માનથી તેઆને પેાતાના કાર્ય માં આગળ વધવાને ઉત્સાહ વધે છે અને તેનુ નિમિત્ત કારણુ અનુમાદન કરનાર થાય છે.
આત્માનંદ મેળવવાને જ્ઞાનારાધન એ પ્રમળ કુંચી છે. પુદગ્લિક આનંદ એ ક્ષણીક આનંદ છે. વાસ્તવિક તે આનદ નથી, પણ આનંદાભાસ છે. જ્ઞાનાનંદ એ આત્મિક અને સ્વભાવિક આનદ છે અને તે જ્ઞાનાભ્યાસથી, જ્ઞાનના આરાધનથીજ મેળવી શકાય છે. તેમાં આપણે યથાશક્તિ પ્રયત્નવાન બનવું એ આપણી ફરજ છે, એ હંમેશાં ધ્યાનમાં રાખવાને આપણે ભુલવુ નહી જોઇએ.
વકીલ નંદલાલ લલ્લુભાઈ વડાદરા
For Private And Personal Use Only