Book Title: Atmanand Prakash Pustak 013 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનારાધન. વિરૂદ્ધ વર્તનાર વિરાધક છે. પ્રભુની આજ્ઞાને પાળનાર એજ ભક્ત. બાકીના દેશથી એટલે કંઈ અંશે ભક્ત, સર્વથા નહીં. અને તેજ કારણસર જ્ઞાનીને સર્વ આરાધક કહ્યા છે. પાંચમા અંગ (શ્રી ભગવતી સૂત્ર) માં જ્ઞાનને ઘણો મહિમા ભગવંતે બતાવેલ છે. અને જેને તે વાતને શ્રદ્ધાથી માને છે. એકલા જ્ઞાનને પક્ષ ખેંચનાર એકાંતવાદીમાં ગણાય છે. જૈન ધર્મ સ્યાદવાદ છે. એકાંતવાદીઓને શાસ્ત્રકારેએ મિથ્યાત્વી કહ્યા છે. તેવી જ રીતે જ્ઞાન રહિત ક્રિયા કરનારની ક્રિયાને વિશેષ મહત્વ આપ્યું નથી. જ્ઞાન સહીતની ક્રિયા અને ક્રિયા સહીતના જ્ઞાનને જ ઉત્તમ કેટીમાં ગણેલા છે. મુક્તિ મેળવવાની કે આગળ વધવાની ઈચ્છાવાળાએ એ બન્નેનું આલંબન લેવું જોઈએ. એ બેમાંથી એકને છેડી એકનું આલંબન કરનાર શીધ્ર ઉન્નતિ કરી શકતો નથી. આ ઉપરથી આપણને આપણા કૃતવ્યની દિશા સુજે છે, ભાન થાય છે. શાસ્ત્રકારે દરેક રીતે સારી હિતની વાતનું સુચન કરે છે. તેનું મહત્વ બતાવે છે. અને તેના આરાધકનું દષ્ટાંત બતાવી તે વાતની પુષ્ટિ કરે છે. અને આપણી શ્રદ્ધા મજબુત થાય તેને માટે પોતાથી થાય તેટલો પ્રયત્ન કરે છે. આપણે દરસાલ એક દીવસ તેનું આરાધન કરીને કૃત્યકૃત્ય થઈ ગયા એમ માની બેસી રહેવાનું નથી. જંગલમાં ભુલા પડેલા મુસાફરને માર્ગને જાણુ પરોપકારાર્થે તસ્દી લઈ માગ–દીશા બતાવે, પછી તે માર્ગે પ્રયાણ કરી ઇચ્છિત ઠેકાણે પહેચવાને આગળ ચાલવું એ મુસાફરનું કામ છે. દિશા બતાવનાર મુસાફરી પુરી કરાવવાને જેડે આવે નહી. કદી જે માહાભાગ્યશાળી પરોપકારાર્થે જોડે આવનાર નીકળે પણ મુસાફર ગળીયા બળદની પેઠે આગળ ચાલે નહી, તો તે મુસાફરી શી રીતે પુરી થાય? જ્ઞાનીઓએ આપણને આપણા હીતની ખાતર જ્ઞાન આરાધનને માર્ગ બતાવ્યો છે. આઠ પ્રકારના કર્મમાં પ્રથમ જ્ઞાનવણું કર્મને બતાવે છે. આ ઘાતીકમ છે. આત્માના અનંતાગુણને તે રોકનાર છે. જે આપણે આપણુમાં ગુણે ઉત્પન્ન કરવા હોય તો, જ્ઞાનવણી કર્મ ઓછાં કરવાને મન, વચન અને કાયાથી યથા શક્તિ પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી આપણે તમામ આવણું ખપાવી કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શક્યા નથી, ત્યાંસુધી જ્ઞાનાભ્યાસ કરી રહ્યા અને આવણું ખપાવવાના બાકી રહ્યા નથી એવો દાવો કરી શકીએ નહીં. આપણામાં ઘણે ભાગે મોટી ઉમરના માણસોની સમજુતી એવા પ્રકારની થએલી જણાય છે કે જ્ઞાનાભ્યાસ કરે એ ન્હાની ઉમરનાનું કામ છે. પરંતુ મેટી ઉમરનાએ નવીન નવીન જ્ઞાનાભ્યાસ કરવો અથવા વાંચન શ્રવણથી પોતાના જ્ઞાનમાં વધારે કરે એ પોતાનું ખાસ કૃતવ્ય છે, એમ સમજતા હોય એમ જણાતું નથી. પિતાનું કર્તવ્ય છે એમ સમજનારા મજશેખમાં કે ધંધાની ધમાલમાંથી પિતાને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48