Book Title: Atmanand Prakash Pustak 013 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * વર્તમાન સમાચાર, ચેલ જનરલ મીટીંગમાં ઠરાવ કરવામાં આવ્યું છે કે, આ સભાએ, કેળવણી લેતાં આ શહેરના જૈન બાળકો કે જે કોઈ પ્રકારના સાધન વગર કેળવણી લેતાં અટકતાં હોય અને ખાસ જરૂરીયાત હોય તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ-(કેળવણીનું સાધન કરી આપવું ) આપવી. હાલમાં અજમાયશ દાખલ સામાન્ય રીતે પાંચ વર્ષને માટે દર વર્ષે રૂા. ૧૫૦) એકપચાશ મુજબ આપવા, અને જે ગઈ સાલમાં એક એજ્યુકેશન (શ્રી કેળવણી) ફંડ ઉઘાડયું છે, તેની આ સભાના કાર્યવાહકે અને સભાસદે એ બનતા પ્રયત્ન વૃદ્ધિ કરવી. જેમ બને તેમ તેને વધારે વિશાળ કરી આ કાર્ય વધારવું. જો કે આ નજીવી રકમ છે. છતાં આવા કેળવણીના કાર્યને ઉત્તેજન આપવા માટે સભાએ જે ઉદ્દેશ ઘડી કાઢઢ્યા છે, તે માટે ખુશી થવા જેવું છે અને આ સભાના દેશ પ્રદેશના તમામ માનવંતા સભાસદેને અને દરેક સ્થળના જેન બંધુઓને નમ્ર વિનંતિ છે કે આવા કેળવણીના કાર્યમાં પોતાને ઉદાર હાથ લંબાવી ચોગ્ય મદદ આપશે, એવી વિજ્ઞપ્તિ છે. વળી કોઈ પણ શહેર યા ગામના જૈન બંધુઓને પોતાની ઈચ્છા પ્રમાણેની શરતે આ સભા મારફત આવા કે બીજા કેઈ પ્રકારના કેળવણીના કાર્યમાં મદદ આપવા ઈચ્છા ધરાવશે તે સભાના ધારા પ્રમાણે તેવું કાર્ય તેમની વતી સભા કરી આપશે. વર્તમાન સમાચાર, ભાવનગરમાં પૂજ્યપાદ શ્રી મૂળચંદજી મહારાજની સ્વર્ગવાસ તીથી નિમિતે થયેલ કા. સ્વર્ગવાસી પૂજ્યપાદ શ્રી મૂળચંદજી મહારાજની ગયા માગશર વદી ૬ ના રોજ સ્વર્ગવાસ તીથી હતી, જેથી તે પ્રસંગ નિમિત્ત દાદાસાહેબના દેરાસરમાં આ સભા મારફત પૂજા ભણાવવામાં આવી હતી તેમજ મૂળનાયકજી શ્રી મહાવીરસ્વામી મહારાજ તથા પૂજ્યપાદ ઉક્ત સ્વર્ગવાસી મહાત્માની પાદુકાને સુંદર આંગી રચવામાં આવી હતી. એ રીતે જયંતી ઉજવવામાં આવી હતી. વડોદરામાં ઉક્ત મહાત્માની ઉજવાયેલ જયંતી. શ્રીમાન્ય સ્વર્ગવાસી મહાત્મા શ્રી મૂળચંદજી મહારાજની માગશર વદી ૬ ના રોજ સ્વર્ગવાસ તીથી હોવાથી ઉકત શહેરમાં ઉત મહાત્માના શિષ્ય પન્યાસજી મહારાજ શ્રીકમળવિજયજી મહારાજે શ્રી સંઘ સાથે જયંતી ઉજવી હતી. પ્રથમ જૈનશાળાના વિદ્યાર્થીઓને ઈનામ આ પવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉક્ત પંન્યાસજી મહારાજે સ્વર્ગવાસી મહાત્માનું અસરકારક જીવન ચરિત્ર કહી બતાવ્યું હતું. ત્યારબાદ આંગી–પૂજા ભાવના વગેરેથી જયંતી ઉજવવામાં આવી હતી. (મળેલું.) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48