________________
www.kobatirth.org
શ્રી આત્માત પ્રકાશ
મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજના ખભાતમાં પ્રવેશ, ન્યાયાંભાનિધિ પૂજ્યપાદ સ્વર્ગવાસી મહાત્મા શ્રી વિજયાનંદસૂરીશ્વરના પ્રશિષ્ય મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ સુરત ચામાસુ હતા. ચામાસુ ઉતર્યાં બાદ ત્યાંથી વિહાર કરતા અનેક શહેરમાં ઉપકાર કરતાં કરતાં પાશ શુદ ૧૨ સેમવારના રાજ ખંભાત શહેરમાં પધાર્યાં હતા. અને જ્યાં સધ તરફથી મોટા ઉત્સાહથી સામૈયું કરવામાં આવ્યું હતું તેઓશ્રી જ્યાં કે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મહારાજનું દેવાલય અને નવી ધર્માં શાળા ( ઉપાશ્રય ) જે કે શા, અંબાલાલ પાનાચંદના નામથી એળખાય છે અને જ્યાં પેહેલા ધર્મવિજયજી પંન્યાસ વિગેરે મુનિમહારાજએ ચાતુર્માંસ કર્યાં હતા ત્યાં બીરાજમાન થયા છે. જ્યાં પેશ વદ ૬ નારાજ વડાદરા નિવાસી એક શ્રાવિકા જેમનુ નામ ચંચળ બેન છે તેમને દિક્ષા ઉક્ત મહારાજના હસ્તક પાશ વદી } ના રાજ આપવાની છે. ( મળેલું )
Shri Mahavir Jain Aradhana Kendra
અક
*~ ~*
ગ્રંથાવલોકન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશાશ્રોમાળી હિતેચ્છુ ત્રિમાસિક,
ઉપરાત નામવાળુ’ દશાશ્રીમાળી વણિક જ્ઞાતિના અભ્યુદય ઇચ્છનારૂં માસિક અમાને ભેટ મળેલ છે. સદરહુ પત્રના એડીટર ( તંત્રી ) ધોરાજી નિવાસી બધુ મેાહનલાલ નાગજી ચીનાઇ એક બાહેાશ પુરૂષ છે. અત્યાર સુધી દશાશ્રીમાળી વણીક જ્ઞાતિના માટે જેની જરૂરીયાત હતી તે ઘણે ભાગે આ માસિકથી પુરી પડશે એમ તેમના પહેલા અંક વાંચતા તેના ઉદ્દેશથી માલુમ પડે છે. ઉક્ત જ્ઞાતિના આદર્શરૂપ આ માસિકને બનાવવાને ત ંત્રી તેમજ તે જ્ઞાતિના દરેક બંધુએની ફરજ છે. વળી આ માસિક માત્ર નિસ્વાર્થવૃતિથી તેમજ જ્ઞાતિના શ્રેયાર્થેંજ નીકળતું હાવાથી અમે દરેક દશાશ્રીમાળી બંધુઓને આ માસિકને તન, મન, ધનથી હાય આપવા સૂચના કરીએ છીયે. સદરહુ માસિકના ઉદ્દેશ વાંચતાં તેને તે પુરતી સહાય દરેક પ્રકારની મળતી રહેશે તે તે સદરહુ જ્ઞાતિનું ભવિષ્યમાં ઉંચામાં ઉંચુ' હિત કરી શકશે. દરેક દશાશ્રીમાળી બંધુ છેવટે તેના ગ્રાહક થઈ ઉત્તેજન આપશે, એવી ખાસ ભલામણ કરીયે છીયે. અમે પણ આ પત્રની ઉન્નતિ ઈચ્છીયે છીયે.
“ શ્રી પાલીતાણા જૈન સમાજ—મુંબઇનો ટુવ્ર રીપોર્ટ ”
ઉપરના નામની સંસ્થાનું મુંબઈમાં સ. ૧૯૭૧ ના આસો શુદ ૧૦ ના ગેજ સ્થાપન કરવામાં આવ્યું છે. તેના ટુકા રીપોર્ટ અમેને મળ્યો છે જે ઉપરથી જણાય છે કે તેનું અધારણ ધારાધારણ અને ઉદ્દેશ યેાગ્ય લાગે છે. આવા ઘણા મંડળેાની કામની ઉન્નતિ માટે જરૂર છે, પરંતુ એવા મંડળે સ્થાપન થયા પછી અંદર અંદરની માન અને કાર્તિની હરીફાઇ તેમજ કુસંપને લઇને “ આરંભે શરા એવુ’ બીરૂદ ધારણ કરીને છેવટે તેનું નામ નિશાન પણ રહેતુ નથી. આ સંસ્થાના વ્યવસ્થાપકાને અમે ભલામણ કરીયે છીયે આવું ન બને તેને માટે દીષ્ટિ વાપરી કામ લેશે. અમે તેમના અભ્યુદય ચ્છીયે છીયે અને ભવિષ્યમાં ઉક્ત સંસ્થા કામની ઉન્નતિમાં સહાયરૂપ નિવડેા એમ ઇચ્છીયે છીયે.
,,
For Private And Personal Use Only