Book Title: Atmanand Prakash Pustak 013 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ www.kobatirth.org ૧૪૦ શ્રી આત્માનપ્રકાશ વખત મળતા નથી, એવું ખાનુ ખતાવી છટકી જવા માગે છે. અને કેટલાક મેાટી ઉંમરમાં ભણવાના પ્રયત્ન કરવા એને શરમ જેવુ સમજી તે તરફ દુર્લક્ષ કરે છે. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવ્હારિક કેળવણીના અંગે વિદ્વાનાના એવા અભીપ્રાય છે કે, સ્કુલ અથવા કૉલેજની ડીગ્રી મેળવી એટલે કેળવણી પુરી થઇ એમ માનીને એશી રહેવાનુ નથી. પણ ખરી કેળવણી તા સ્કુલ અથવા કાલેજ છેાડયા પછીથી શરૂ થાય છે. આ કેળવણીને જાત કેળવણી કહેવામાં આવે છે. વિદ્વાના પાતાને સ્કાલર કેહવરાવવામાં માન સમજે છે, અને પેાતાના જીવનમાં નવીન અભ્યાસ કરવાને માટે થાડા વખત દરરોજના ટાઈમટેબલમાં રોકે છે. અને જીવન પર્યંત નવીન નવીન જ્ઞાનાભ્યાસ કરે છે. મુંબાઇ હાઇકોર્ટના માજી ન્યાયાધીશ જસ્ટીશ તેલંગ, રાનાડે, પાતે સ્કાલર તરીકે ગણાવવાને માન સમજતા હતા. જૈનશાસ્ત્રકારાએ વીશસ્થાનક તપમાં અભીનવ જ્ઞાનપદ્મને વીશસ્થાનકમાં સ્થાન આપેલું છે. અને નવીન નવીન જ્ઞાનાભ્યાસથી તેનુ આરાધન કરવાને બેધ કરેલા છે. ઘણા જીવા એ પદ્યના આરાધનથી તિર્થંકર પદ્મ મેળવવાને ભાગ્યશાળી અનેલા છે. વમાનમાં વીશસ્થાનક તપનું આરાધન કરનાર તે નિમિત્તે તપસ્યા કરે છે, અને તેને લગતી ખીજી શાસ્રાકત ક્રિયા કરે છે, એટલુ કરીને પોતે એ સ્થાનકનું આરાધન કરી રહ્યા એમ સમજે છે. જ્ઞાનપંચમી વ્રતનું આરાધન કરનારની પણ પ્રાયે; એવીજ પ્રવૃતિને જોવામાં આવે છે કે તે નિમીતની તપસ્યા કરવી અને તેને લગતી શાસ્ત્રાકત બીજી ક્રિયા કરવી; અને તેમ કરીને વ્રત કરવાની જે મુદત બતાવી હાય, તે મુદ્દત પુરી થયે તેનું યથાશકિત ઉદ્યાપન કરી પોતાને કૃતાર્થ માની બેશી રહે છે. બેશક એ બન્ને વ્રતની ઉપાસનામાં જેટલે જેટલે અંશે તપસ્યાદિ આરાધન કરવામાં આવે તેટલા લાભ છે, પણ તેની સાથે જ્ઞાનાભ્યાસ કરવાના કે વધારવાના શાસ્ત્રકારાના ઉદ્દેશ છે, તે વીસારી મુકવા જેવા નથી. વીશસ્થાનક તપમાં અભિનવ જ્ઞાનપદના આરાધન, તથા જ્ઞાનપ ંચમીના આરાધનમાં મુખ્ય ઉદ્દેશ જ્ઞાનાભ્યાસ કરી જ્ઞાનાવણું કર્મ ખપાવી જ્ઞાનશકિત ખીલવવાના પ્રગટ કરવાના છે. એ જ્ઞાનશકિત ખીલવવા તથા જ્ઞાનાભ્યાસ સરલ રીતે થવાને તપસ્યાદિ મદદગાર છે ને તે આરાધન કરવા લાયક છે. પણ એ ખન્નેમાં જે સાધ્ય જ્ઞાનાભ્યાસ કરવાના છે, તેની ઉપેક્ષા કરીને તેને કારે મુકી દેવાની પ્રવૃત્તિ ચાલે છે, તેને દુર કરી શાસ્ત્રકારાના મુખ્ય ઉદ્દેશ શું છે, તે સમજી તેમાં યથાશિત પેાતાનુ વીર્ય ફારવી જ્ઞાનમાં વધારા કરવાના છે. જ્ઞાનાભ્યાસ કરવાને માટે ન્હાની મેાટી વયમાં કંઈ તફાવત નથી. ન્હાની ઉમરના કાળ કેવળ વિદ્યાભ્યાસ કરવાના છે એ વાત ખરી, તેમાં પણ વ્યવ્હારિક કેળવણી તરફ લક્ષ અપાઇ ધાર્મિક અભ્યાસ તરફ જોઇએ તેટલું લક્ષ આપવામાં આવતુ નથી. મેટી ઉમરમાં ગૃહ અને ધંધાના વ્યવસાયમાં વખત મળતા નથી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48