________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
શ્રી આત્માનંદ પ્રકાશ. સૌનચેત.”
(ગતાંક પૃષ્ટ ૧૨૨ થી શરૂ.) ગયા અંકમાં બતાવ્યા મુજબ સંગતિની અસર પિતાની મેળે પ્રાપ્ત થાય છે તે મનુષ્યને સારી સંગતિ થઈ એટલે બસ, એમ ન સમજવું. પણ તે માણસના સદાચરણું વર્તન લક્ષપૂર્વક જોઈ તે પ્રમાણે વર્તવાનો નિશ્ચય કરે. નિર્વ્યસની વ્યસનીની સંગત કરતો નથી અને વિદ્વાનને મૂર્ખને સહવાસ ગમતું નથી. તે જે બાળક યા યુવાનને સારા થવું હોય, તેમણે પોતાના કરતાં સારા મનુષ્યનો સંગ કરવો અને દુર્જનની સંગત છેડી દેવી.
સજજનની સંગતિથી મનુષ્યનું સર્વ પ્રકારે હિતજ થાય છે તેની સમજ, સફવર્તન રાખવાનો દઢ નિશ્ચય, ડહાપણ, પોપકારી સ્વભાવ વિગેરે વિગેરે સદગુ
નું અનુકરણ કરવાથી આપણુમાં તથા પ્રકારના ગુણ સંપાદન થાય છે. આપણે ગમે તેવા સુસ્વભાવવાળા હોઈએ, તે પણ સામાના ગુણ આપણામાં વાસ કર્યો વિના રહેતા નથી. કહ્યું છે કે
हियते हि मतिः पुंसां हीनः सह समागमात् ।
समैश्च समतामेति विशिष्टैश्च विशिष्टताम् ॥ १ ॥ “નઠારા લોકોની સેબત કીધાથી પુરૂષની બુદ્ધિ બગડે છે. સમાનશીલની સંગતથી જેવી હોય તેવી જ રહે છે અને સુજનના સમાગમમાં રહ્યાથી વધારે સારી થાય છે.”?
अकृत्यं नैव कर्तव्यं प्राणत्यागेऽपि संस्थिते ।
न च कृत्यं परित्याज्यं धर्म ए प सनातनः ॥ १ ॥ “પ્રાપ્ત થયેલી સ્થિતિમાં પ્રાણને અંત આવે તે પણ જે કરવા એગ્ય ન હોય તે કદી પણ કરવુંજ નહિ. અને જે કરવાનું હોય (કરવા ગ્ય હોય) તેને ત્યાગ કરવો નહિ. એજ સનાતન ધર્મ છે.”
પૂર્વના સુકૃત કર્મોથીજ આપણને મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ છે તે ખાવા પીવા કે મેજ મઝા માણવા માટે નથી, પણ આપણને જે સાધને પ્રાપ્ત થયા હોય તેને યેગે આપણા જન્મનું સાર્થક કરવા માટેજ આ અમૂલ્ય દેહ મળેલ છે. તો તે સફળ કરવાને સુજનતાને ગુણ ગ્રહણ કરવો તે આપણું મુખ્ય કર્તવ્ય છે. કારણ કે
સુજનતા મેળવવી તે કાર્ય વગર પરિશ્રમે થતું નથી, તે ગુણ પ્રાપ્ત કરવાને નિરંતર જીતેન્દ્રિય રહીને લક્ષપૂર્વક વ્યવસ્થિત પ્રમાણે વર્તવું પડે છે. આ પ્રમાણે પરિશ્રમ વેઠતાં ઘણાં વિદો નડે છે, તે પણ જેમ જેમ સત્ય તરફ પ્રીતિ વધે છે તેમ તેમ હરકતો ઓછી થતી જાય છે. સત્યતા રાખવાની જેમ જેમ અધિકાધિક
For Private And Personal Use Only