Book Title: Atmanand Prakash Pustak 013 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂતરત્નાવલી ભાષા–અનુવાદ ૧૩૭ કૃત્યાકૃત્ય સંબંધી વિવેક સમજાવે છે, તેવા સદ્દગુરૂ વિના બીજે કઈ ભવસમુદ્ર પાર પમાડતા નથી. ૧૫ નરકના ખાડામાં પડતા પ્રાણીને બચાવવાને પુન્ય પાપનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાવી બતાવનારા ગુરૂ વિના બીજે કઈ-પિતા, માતા, બંધુ, પ્રિય સ્ત્રી, પુત્ર સમુદાય, મિત્ર, સ્વામી, મન્મત્ત હાથી, ઘોડા, રથ અને પાળા પરિવાર સમર્થ થઈ શકતા નથી. ૧૬ હે ભવ્યાત્મન ! શ્રી ગુરૂ મહારાજની આજ્ઞા વગર ધ્યાન, સમસ્ત વિષયનો ત્યાગ, તપ, ભાવના; ઈન્દ્રિય દમન, અને આત આગને અભ્યાસ કરવા વડે શું ? આજ્ઞા વગરનાં તે બધાંય નકામાં સમજવાં; એમ નિર્ધારી ખૂબ પ્રેમ-પ્રીતિથી સંસારતારક ગુરૂ મહારાજની આજ્ઞાનું પાલન કરવું. કેમકે તે વગર બીજા સઘળા ગુણે નાયક વગરના સૈન્યની જેમ સ્વઈષ્ટ સિદ્ધિ કરવા સમર્થ થઈ શકતા નથી. એમ સમજી વિવેક આણી શ્રી ગુરૂરાજની સેવા કરવી. ૧૭ જિન વચન રૂપ નેત્ર વગરના લેકે સુદેવ-કુદેવને, સુગુરૂકુગુરૂને, સુધર્મ-કુધર્મને, ગુણવંત-ગુણહીનને, સુકૃત્યને તેમજ સ્વહિત અહિતને સારી રીતે ચતુરાઈથી જાણી જોઈ શકતા નથી. ૧૮ વીતરાગ દેવે ભાખેલો દયામય સિદ્ધાન્ત જેમણે સાંભળ્યું નથી તેમનું મનુષ્યપણું નિષ્ફળ છે. હૃદય શૂન્ય છે; શ્રવણ રચના શ્રી પ્રવચન સિ- નકામી છે, ગુણ દેષ સંબંધી વિવેક તેમને અસંભવિત છે. નરક દ્ધાન્તને અતુલ રૂપ અંધ કૂવામાં પતન દુનિવાર છે અને ભવ ભ્રમણથી છુટવું પ્રભાવ” તે તેમને માટે દુર્ઘટ-દુર્લભ છે. જિન વચનની જ બલિહારી છે. ૧૯ જે મુગ્ધ જને કરૂણાનિધાન શ્રી જૈન શાસનને અન્ય દર્શન સમાન લેખે છે, તેઓ અમૃતને વિષ તુલ્ય, જળને અગ્નિ તુલ્ય, પ્રકાશને અંધકારના સમૂડતુલ્ય, મિત્રને શત્રુ તુલ્ય, પુષ્પમાલ્યને સર્પ તુલ્ય, ચિન્તામણિ રત્નને પથ્થર તુલ્ય, ચંદ્રની ચાદણને ઉનાળાના તાપ તુલ્ય લેખે છે. વિવેકવાન સુજ્ઞજને તો એવી ભૂલકરે નહી. ૨૦ પંડિત પુરૂષ જે જિન પ્રવચનને પૂજે છે, ફેલાવે છે, ચિન્તવે છે, અને ભણે છે તે ધર્મને દીપાવે છે, પાપને દૂર કરે છે, ઉન્માર્ગને નિવારે છે, ગુણી પ્રત્યેના દ્વેષભાવને ભેદી નાંખે છે, અન્યાયને ઉછેદ કરે છે, કુબુદ્ધિને ટાળે છે, વૈરાગ્યને વિસ્તારે છે, દયાને પિષે છે, અને લોભને નિવારે છે એમ સમજી સુજ્ઞજનેએ શ્રી વીતરાગ સર્વોક્ત પ્રવચનનું સભ્ય આરાધન કરવું યુક્ત છે. (અપૂર્ણ.) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48