________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
IV
સંપાદકિય...કલમે...
“નવ તત્ત્વોની સંતતિ છૂટે..એક આતમ નિત ધ્યાઉં,
કરવું કંઈ પણ નવ રહે..બસ જ્ઞાતા દષ્ટા બની જાઉં.” આ જગત એક વિશાળ રંગમંચ છે. સૌ કોઈ આ વિરાટ રંગમંચ ઉપર પાત્રોની ભૂમિકા ભજવે છે. દરેક પાત્ર રંગમંચ ઉપર પ્રવેશ કરે છે અને પોતાની ભૂમિકા ભજવાઈ જતાં વિદાય લ્ય છે. પ્રવેશ અને વિદાય વચ્ચે ભૂમિકાઓ સતત ભજવાતી રહે છે.
જેમ નાટકમાં પાત્રો સ્ટેજ ઉપર આવે છે ને જાય છે, તે સ્થાયી રહેતા નથી. જ્યારે દર્શક છે તે કેવળ દેખનાર હોવાથી ટકનાર છે.
શ્રી સમયસારમાં આચાર્ય ભગવાન અધિકારની શરૂઆત કરતાં લખે છે કે-જીવઅજીવ તત્ત્વ, કર્તાકર્મ તત્ત્વ, પુણ્ય-પાપ આદિ તત્ત્વો રંગભૂમિમાં પ્રવેશ કરે છે. જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે છે તેમ-અધિકારની શરૂઆતમાં નવ તત્ત્વો સ્વાંગ ધારણ કરી પ્રવેશ કરે છે, અધિકારના અંતમાં તે સ્વાંગ નીકળી જાય છે અને સર્વ વિશુદ્ધજ્ઞાન રહી જાય છે.
આ નવ તત્ત્વો સ્વાંગ હોવાથી નીકળી જાય છે. જે આ નવ તત્ત્વો સ્વભાવ હોય તો નીકળે નહીં. નવ તત્ત્વોમાંથી ક્રમે-ક્રમે દરેક તત્ત્વ સ્વાંગ ધારણ કરી અખાડામાં પ્રવેશ કરે છે અને પછી તે સ્વાંગ નીકળી જાય છે. આ નવ તત્ત્વોના સ્વાંગને જે દેખનાર જ્ઞાન સ્વભાવ છે તે ટકનાર હોવાથી રહી જાય છે. અર્થાત્ જે દેખનાર છે તે સ્થાયી ભાવ છે અને જેનો પ્રવેશ તેમજ વિદાય થાય છે તે અસ્થાયી ભાવ છે.
જેમ સર્વ આગમોમાં....શ્રી સમયસારજી ગ્રંથાધિરાજને સમ્યકદર્શન થવામાં ઉત્કૃષ્ટ નિમિત્તે કહ્યું છે. તેમ સમયસાર તેર નંબરની ગાથા પણ ઊંચામાં ઊંચી છે. આવી ગાથા જિનાગમમાં અન્યત્ર જોવા મળતી નથી. જેમનો તેર ગાથામાં પ્રવેશ થયો તેમનો જિનશાસનમાં પ્રવેશ થયો.
- અજ્ઞાની પ્રાણીઓને એમ લાગે છે કે-થવા યોગ્ય થાય છે તેમાં જીવો સ્વછંદી થઈ જાય છે. પરંતુ પર્યાય થવા યોગ્ય થાય છે તેમ પર્યાય સ્વભાવ સમજતાં; પર્યાયના કર્તુત્વપણાના અહંકારનો બોજ દૂર થાય છે. અકર્તા દ્રવ્યને હું પણે ભજતી પર્યાય સ્વય નિર્ભર થઈ જાય છે-તે જ્ઞાતાભાવે પરિણમી જાય છે.
કંઈક કરવું તેવું શમણું ખૂબ નમણું લાગે છે; વિકલ પુરુષાર્થનું ભરણું થતાં તે બમણું લાગે છે.” Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com