________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
II
ગાગરમાં સાગર ભર્યો છે. એક-એક શબ્દ સાગર સમાન છે. માનો બિંદુમાં સિંધુ છલકાયછે.
આ ગાથા ઉપર કહાનલાલના સેંકડો વખત થયેલ જાહેર પ્રવચનો તેમાં દરેક વખતે કોઈને કોઈ નવા ન્યાયો જ નીકળે. તેઓશ્રીના મુખારવિંદમાંથી આ ઉદગારો અને સરી પડે છે. “હે ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.” આ પરથી એમ લાગે છે કે-જ્ઞાનીઓના જ્ઞાનમાં કેટલું આવતું હશે !? અમર્યાદિત ભાવોને કહેવા વાણી પણ મર્યાદિત પડે છે.
પૂ. ભાઈશ્રી ફરમાવે છે કે જેટલી વખત આ ગાથાનો સ્વાધ્યાય થાય છે ત્યારે આત્મા પરિણામનો જાણનાર જ દેખાય છે, આત્મા પરિણામનો કરનાર નથી દેખાતો. આત્મા પરિણામનો જાણનાર છે તેમ જણાય છે. પરિણામ પણ જણાય છે અને આત્મા પરિણામના અકર્તાપણે જ જણાય છે. થાય તેને વળી શું કરવું? અને ન થાય તેને શું કરવું? ઉલ્કાપાત છોડી દે!
વિપરીત ચાલવું તે પ્રગતિ નથી, સાચી દિશામાં ચાલવું તે પ્રગતિ છે. કંઈક કરવું તેનું નામ પ્રગતિ નથી, માત્ર જાણવું તેનું નામ પ્રગતિ છે. નવ તત્ત્વને જાણવું તે જ પ્રગતિ નથી,
જાનનારને જાણવું તે જ પ્રગતિ છે. જેમ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર ઘણું ગંભીર છે તેમ તેની આ તેર નંબરની ગાથા પણ ઘણી જ ગંભીર છે. જે નવ તત્ત્વને નથી માનતો એટલે તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યકદર્શનને નથી સ્વીકારતો તે સર્વજ્ઞ ભગવાનના મતની બહાર છે–એટલે કે તે અન્યમતિ છે. આમ આ ગાથા નવ તત્ત્વને ન માનનારા તેવા અન્યમતનું ખંડન કરનારી છે.
હવે જૈનમતમાં આવીને પણ....નવ તત્ત્વના જ્ઞાનને જ સમ્યકજ્ઞાન માને તો તેનું પણ ખંડન કરનારી ગાથા છે. કારણકે તેણે નવ તત્ત્વને માત્ર સાપેક્ષથી જાણ્યા છે, નિરપેક્ષથી જાણ્યા નથી. એકાંતે સાપેક્ષનું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે. જ્યારે જૈનદર્શન તો નિરપેક્ષપૂર્વક સાપેક્ષનું જ્ઞાન કરાવે છે.
શ્રી પંચાધ્યાયીમાં કહ્યું છે કે સુવર્ણને શોધવું હોય તો તે સુવર્ણ પાષાણમાં રહેલું છે, પરંતુ અંધ પાષાણમાં સુવર્ણને શોધીશ નહીં. તેમ કોઈ નવ તત્ત્વને છોડી ધે તેને આત્મજ્યોતિ પ્રાપ્ત થતી નથી. અને જે નવ તત્ત્વના ભેદમાં જ અટકી જાય તેને પણ અભેદ આત્મજ્યોતિ પ્રાપ્ત થતી નથી. તે નવ તત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં..“નવતત્ત્વતત્વેf યત્વે ન મુખ્યતિ”
નવ તત્ત્વો કોઈ જ્ઞાનના શેયમાંથી પણ ઊડાડી દેતું હોય તો તેનું જ્ઞાન ખોટું છે. તો તો તેણે જ્ઞાન સ્વભાવ ઉપર બળાત્કાર કર્યો છે. જ્ઞાન ઉપર બળાત્કાર ન કરાય. પરિણામ છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com