________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
રૂપ, રસ, ગંધ, સ્પર્શમાં શુભાશુભ ભાવ ટળી જવા પછીથી તેથી સુખ દુઃખ થતું નથી. આત્મા પિતાના સ્વરૂપના જ્ઞાનવડે કહે છે કે જડ સ્વભાવમાં આટલા કાળ સુધી ચેતન ! કેમ મુંઝાઈ રહ્યો ? કેણ જાણે શા કારણથી મેંહી રહ્યો અને આત્માનું યથાસ્થિત સ્વરૂપ જાણી શક્યો નહીં. અરે ચેતન ! ! હારૂંમારૂં કરીને કેમ જડ પદાર્થ વિષયોમાં લુબ્ધ–આસક્ત બન્યો? અને ૯ને આત્માને શાંતરસ ભાવ કેમ સૂઝક્યો નહીં. અજ્ઞાન મિથ્યાત્વદશાથી આત્માના ઉપર આવરણ આવવાથી આત્મા
સ્વયં પિતાનું સ્વરૂપ દેખી શકતો નથી, પણ જ્યારે દેવ ગુરૂ ધર્મની સેવાભક્તિથીમિથ્યાત્વાદિક આવરણ ટળે છે ત્યારે આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ જાણે છે અને પશ્ચાત જાગ્રત થઈ આત્મા
ની પૂર્ણ શુદ્ધિ કરવા પુરૂષાર્થ કરે છે. ઈન્દ્ર, ચન્દ્ર અને સમગ્ર વિશ્વની પ્રભુતાને પણ તે આત્મજ્ઞાન થયા પછી નાકના લીંટ સમાન સમજે છે. દુનિયામાં તેને કોઈદિષી કહે વા ગુણ કહે તેથી તેમાં તે કોઇપર રાગ દ્વેષ કરતા નથી. તેથી તે આત્માની જ પ્રભુતા પામે છે. આત્માને જલેકે ખુદા, રામ, હરિ, વિષ્ણુ, બુદ્ધ, જિન વગેરે અનેક ભાષામાં અનેક નામે સંબોધે છે. બહિરાત્મભાવમાંથી અંતરાત્મા થઈને શાંતરસીલે બની પ્રભુ બને છે.
For Private And Personal Use Only