________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
પાસે આવીને તેમના સ્વાર્થની વાત કરે છે અને તે માટે રૂવે છે. કેઇને તમારી કાળજી નથી. કેઈ તમારું હિત કરતું નથી, અને તમારું હિત પુછતું નથી. આત્મન !! તમેજ ખરા પ્રિય છો. તમારી ગતિ કઈ જાણું થતું નથી. તમારા પ્રિય તે તમો પોતેજ છે, આત્માની પ્રિયતામાં સર્વવિશ્વની પ્રિયતા સમાઈ જાય છે. આત્માને માટે સર્વે પ્રિય છે. આત્મા જ પ્રિય છે, તેને અજ્ઞાનીઓ જાણી શકતા નથી. હે આત્મન ! ! ! દુનિયા હારી સાથે સ્વાર્થના સંબંધે સંબંધ રાખે છે. જે તેઓને સ્વાર્થ ન સર્યો તો તેં જે કંઈ ઓછું અધિક કર્યું હેય તે લેકની આગળ કહીને હવે વગેવે છે. દુનિયાના અભિપ્રાય માટે જ્યાં સુધી તું જીવે છે ત્યાં સુધી તું આત્મા છે છતાં આત્મારૂપે જાગ્રત થએલો નથી, માટે જાગ !! અને પેતાની શુદ્ધિ કર ! હારી સાથે પુણ્ય અને પાપ બે પરભવમાં આવે છે. જેણે જેવું કર્મ કર્યું તેણે તેવી ગતિ પ્રાપ્ત કરી છે. આત્મા ચાર ગતિમાં મહ તૃષ્ણારૂપ સુધાથી ભૂખ્યો ભટકે છે. તે પિતાને જ્ઞાનાનન્દરૂપ આહારને પામી શકતો નથી.
જ્યાં સુધી મેહની દૃષ્ટિએ જીવવાનું છે, ત્યાં સુધી ધર્મની વાત ગમતી નથી, માટે હે ચેતન !! તું હવે મેહજીવનમાંથી છૂટ પડી આત્મજીવનની દૃષ્ટિ પ્રાપ્ત કરી આત્માના આનંદરસ જીવને જીવ!! અરે તું આત્મા છે. ત્યારે આનંદ હારાથી
For Private And Personal Use Only