________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થહે ચેતન ! ! ! તું સુખને માટે ધન રામા અને તેની પ્રાપ્તિનાં કારણેનું અહર્નિશ દુર્થાન ધરે છે અને તે માટે અનેક પ્રકારના પાંપારંભ કરે છે, અને તેથી મનુષ્યજન્મ એબે–ફેગટ જાય છે તેને પણ તું જાણતો નથી અને કર્મથી માતે અર્થાત મદન્મસ્ત થઈને ફરે છે તે શું ઓછું છે ? તને કેમ વૈરાગ્યદશા જાગતી નથી? હે ચેતન ! તું કેમ મેહથી અંધ થઈને પોતાનું સ્વરૂપ ભૂલે છે? તું આત્માની શુદ્ધતાને પુરૂષાર્થ કર ! કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ કારણોથી કાર્યની સિદ્ધિ થાય છે. દરેક કાર્યની સિદ્ધિમાં કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ કારણોને સમૂહ હોય છે. કર્મ રાશિનો સર્વથા નાશ અને આત્માની મુક્તિમાં પાંચ કારણેનો સમવાય હોય છે. તેમાં ઉદ્યમની પ્રધાનતાએ અન્ય કારણોનો સમુદાય પણ સહચારી છે, એમ અનુમાનથી કલ્પાય છે. કોઈ સ્થળે કર્મબળી હોય છે અને કોઈ સ્થળે ઉદ્યમ બળવાન હોય છે. કરોડો રીતે અત્યંત ઉદ્યમ કરતાં પણ આ ત્મબળને કર્મ હઠાવે ત્યારે સમજવું કે ઉદ્યમ કરતાં કર્મ બળવાન છે. પહેલાંથી કર્મને ઉદય બળવાન છે એમ માની આત્મપુરૂષાર્થથી ભ્રષ્ટ ન થવું. પંચ કારણોના સમવાયે કાર્યની સિદ્ધિ થાય છે તેથી ચેતન, મુતિની યોગ્યતાને પામે છે. સમયે સમયે દરેક કાર્ય પ્રતિ પંચકારણને સમવાય હેય છે.
For Private And Personal Use Only