________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
કાલનાં જે કર્મ બાંધ્યાં હોય તે ટળે છે, ફક્ત ઉત્કૃષ્ટ ભાવે નિકાચિત કર્મ બાંધ્યા હોય છે તેનો નાશ કરવાનો કોઈ ઉપાય નથી. ઉત્કૃષ્ટ નિકાચિત કર્મ જે ઉદયમાં આવેલાં હોય છે તે ભોગવ્યા વિના છૂટકે થતું નથી. ઉત્કૃષ્ટ ભાંગાનાં નિકાચિત કર્મ વિનાનાં બાકીનાં ઉદયાશતકમેનો આત્માના ધ્યાનથી નાશ થાય છે. શ્રી મણિચંદ્રજી મહાત્માજી કહે છે કે એમ આત્માનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ધ્યાવતાં બંધ, ઉદય, ઉદીરણા, અને સત્તાગત કર્મને ક્ષય થાય છે અને આત્મા, પિતાની ઠકુરાઈ અર્થાત પ્રભુતાને પામે છે. માટે હે ચેતન ! તમે જાગ્રત થઈ આત્માના ઉપયોગથી અંતરમાં વર્તો અને બાહ્ય જગતમાં થતી એવી શુભાશુભ કલ્પનાને છેડી દે. હે આત્મન ! તમે સમ્યગાનને પામશે એટલે બાઘની ઔદયિક પ્રવૃત્તિઓ સર્વે તમારી શુદ્ધતામાંજ હેતુભૂત થશે. માટે હે ચેતન!!! જાગે અને પિતાના ધંધામાં લાગે અને મેહથી દૂર ભાગે. આત્મા ની અનંત શક્તિયોને તમે પોતે પ્રકાશિત કરેમનુષ્ય જન્મની મુસાફરીમાં કોઈપણ સ્થાનમાં અહંમમત્વથીન બંધાઓ!! શુભાશુભકર્મોદયથી આત્માને ભિન્ન માને અને બાહાથી કર્મોદયે ગમે તેવી સ્થિતિ થાય તેમાં આત્માપણું ન ક અને સમભાવે આનંદથી વર્તો. સમભાવરૂમ તમારા ધર્મમાં
For Private And Personal Use Only