________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં કઈ ભાગ પડાવી ભગવનાર નથી. સ્વસ્વાર્થ માટે મનુખેને મેળ મળે છે. સ્વસ્વાર્થીઓને તું પિતાના માનીશ નહીં. અહીં આ ભવમાં કર્મ ભોગવવામાં અને પરભવે કર્મ ભેગવવામાં કઈ સહાય કરનાર નથી. પરભવ જતાં કોઈ સાથે આવનાર નથી. અરે મૂઢ!! તેં સત્ય પરમાર્થ જાણ્યો નહીં અને અરે ગમાર તેં આત્માને જાણ્યા વિના ઘણું ભૂલ કરી. માટે હવે ચેત ઉઠ. હે ચેતન!! જે તારા જાણવામાં પરમાર્થ આવ્યો તે તું ચાર ગતિને દેખી શકીશ. ચાર ગતિમાં લઈ જનાર મન છે. મન છે તે ચતુર્ગતિરૂપ સંસાર છે એમ દેખી શકીશ અને દેહાદિ જડ પર્યાયથી પિતાના આત્માને ભિન્ન અનુભવીશ અને દેહાદિ પર્યાયે છે તે આત્માથી દૂર છે એ અનુભવ કરીશ અને સર્વ દશ્ય જગતમાં ઉદાસભાવે રહીશ અર્થાત રાગ દ્વેષની આસક્તિ વિના નિલેષપણે સ્વાત્માને કરી શકીશ અને આત્મા સંવેગરંગમાં મગ્ન થશે માટે હે ચેતના હવે તું ચેત !! ચેત !! ચેત !! કાલ ઝપાટા દેત. આત્મા અને દેહ બનેને જૂદાં જાણતાં દેહમાં અહેમમત્વ રહેતું નથી અને આત્મા, મન થકી પિતાને ભિન્ન દેખી મનના શુભાશુભ વિચારથી પોતાને ભિન્ન માની ભિન્નપણે અંતર્મ વતે છે
निरासपणे चित ठरे यथा ॥ आपहि मनना होय ॥
For Private And Personal Use Only