________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
જેડવાં–મેળવવાં, તે વ્યવહાર છે અને એવા વ્યવહાર ધર્મ વિના એકલા નિશ્ચયની વાતને છોડી દેવી. કારણકે કારણ વિના કાર્યની સિદ્ધિ થતી નથી. આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમવું તે શુદ્ધ વ્યવહાર છે અને નિશ્ચય નયની વાર્તા માત્ર કરવી અને આત્મામાં રમણતા ન કરવી તેથી કંઈ આત્માને અનુભવ થતો. નથી. દરિયામાં ડૂબકી મારે તે દરિયાને અનુભવ જાણે છે, દરિયાના કાંઠે બેસી દરિયાની ફક્ત વીતે કરવાથી દરિયાને અનુભવ આવતો નથી, માટે શ્રી મણિચંદ્રજી મહારાજ સ્વાત્માને કહે છે કે હે આત્મન !!તું મનને પિતાનામાં જોડી દે મનવાણી કાયાથી ગુપ્ત સમાધિવાળા બની જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કર, હે આત્મન !! તું પોતે આત્માને સેવક બન અને આત્માને તેિજપ્રભુ કરકે જેથી સુખ સંપત્તિની વૃદ્ધિ થાય અને આત્માજ સેવક સ્વામીભાવે આત્માની શુદ્ધતા કરતા કરતા છેવટે સેવક સ્વામી ભાવથી રહિત શુદ્ધ બુદ્ધ સર્વજ્ઞ વિતરાગ પરબ્રહ્મ બને. હે આત્મન !! આ પ્રમાણે ત્યારે મેક્ષમાર્ગ હારા હૃદયમાં જ છે અને અંતરથી મોક્ષ મેળવવાને છે. આત્મામાં જ બંધ અને મોક્ષ છે. મોહભાવે બંધ છે અને નિર્મોહભાવે મોક્ષ છે. એક ક્ષણમાં અનંત કર્મને ક્ષય કરીને મેક્ષ રૂપ તું બની શકે એવો સમર્થ છે. શ્રી મણિચંદ્રજીએ આત્મામાં જ સર્વ સારૂં અનુભવ્યું તેથી તેમને આનંદ આવ્યો
For Private And Personal Use Only