________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
નું હિત થતું નથી. કર્મની બાજીમાં કોઈ વાત સાચી નથી. કર્મની બાજી દેહાદિકને કર્તા કર્મ છે અને આત્માના ગુણેને કર્તા આત્મા છે. એજ સત્યજ્ઞાન છે. એવી રીતે જાણુને જે ભેગોને ત્યાગ કરીને તેઓને ઈચ્છતે નથી તથા આત્મા અને કર્મ બન્નેને જાણું કર્મકૃતભાવોમાં અહંતા મમતાને કરતા નથી, ત્યાગ અને ગ્રહણવૃત્તિથી, ત્યાગવૃત્તિથી અને રાગવૃત્તિથી આત્મા વસ્તુતઃ ન્યારે છે એવું જાણીને જે આત્માના શુદ્ધોપગથી આત્મામાં મસ્ત લયલીન બને છે તે ત્યાગી અપ્રમત્ત જાણ અને તે ત્યાગી અન્તરાત્મા જાણવ. શ્રીમણિચંદ્રજી મહારાજ કહે છે કે જે સમ્યગદષ્ટિથી સર્વ પદાર્થોને યથાર્થ જાણે છે તે અત્તરાત્મા છે. ચતુર્થઅવિરતિ સમ્યગદષ્ટિથી આત્મા, રવયં અન્તરાત્મા બને છે. જડ સ્વભાવમાં રમવું તે દુઃખ અને આત્મ સ્વભાવમાં રમવું તે સુખ છે. અનુકુલ પદાર્થ વિષયેથી શાતા-પુદ્ગલ જન્મ સુખ વેદાય છે અને આત્માને પ્રતિકુલવિષયથી દુઃખ થાય છે. શાતા વેદનીયથી આત્મસુખ ન્યારું છે એમ જાણીને જે આત્માના અતીન્દ્રિય નિરૂપાધિ આનંદનો ભોગી બને છે તે પરમાત્મા થાય છે. તે છઠ્ઠી સજાય પૂરી.
For Private And Personal Use Only