Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 7
________________ નિવેદન [પ્રથમ આવૃત્તિનુ’] અદ્ભુત રોમાંચક કથા તરીકે, (મૂળ ફ્રેન્ચ) નવલકથા ‘કાઉન્ટ ઑફ મોન્ટે-ક્રિસ્ટો’એ લાખો લોકોને રસમાં તરબાળ કર્યા છે અને હજુ પણ કરે છે. માનવ હૃદયની બે મેટી લાગણીઓ – પેાતાને કરવામાં આવેલા નુકસાનના બદલેા લેવા, અને તે માટે જોઈતી સાધનસામગ્રી મેળવવા મથવું, – એ બેને કલ્પનાના છૂટો દોર આપીને આ કથાના મશહૂર ફ્રેન્ચ લેખક ડૂમા એવા તે રસ-વમળ ચગાવે છે, કે જે વાચકને બીજો વિચાર કરવાની તક આપ્યા વિના સીધેા પેાતાની અંદર ખેચી લે છે.... - કથા ઉપરથી છેવટે તો લેખક એવા નિર્ણય તારવતા લાગે છે કે, માણસ પોતાના અપરાધીને જે સજા કરે છે કે વેરની જે વસૂલાત કરે છે, તે છેવટે કાંતા વધારે પડતી કે બહુ ઓછી નીવડે છે; અને પરિણામે બંને પક્ષને હાનિ સિવાય કંઈ થતું નથી. અને બીજી બાજુ તે એવું સૂચવે છે કે, ઈશ્વર જ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન હોઈને તથા સાથે સાથે સૌ જીવાના કલ્યાણની જ કામનાવાળા હોવાથી, દરેક અપકર્મની એવી સજા યોજી શકે છે કે, જે સર્વત: સંપૂર્ણ હોવાની સાથે સર્વતાભદ્ર પણ હોય છે. એક વિવેચકે આ નવલકથાને આધુનિક અદ્ભુત-કથા કહી છે, તથા તેને તે રીતે જ મૂલવવા તથા વખાણવા ભલામણ કરી છે. અને ખરેખર, અદ્ભુત-રસ એ જ આ નવલક્થાના પ્રધાન રસ છે. અને છતાં લેખકે એ અદ્ભુત-રસની કુશળ કલમે આણેલી પરાકાષ્ઠા, પરમ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 202