Book Title: Asha ane Dhiraj Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust View full book textPage 5
________________ પ્રકાશકીય મશહૂર ફ્રેન્ચ નવલકથા-કાર તથા નાટય-કાર અલેકઝાન્ડર ડૂમા (૧૮૦૨–૭૦)ની વિખ્યાત નવલકથા ‘કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટો’ના સંક્ષેપની આ બીજી આવૃત્તિ ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. મૂળ નવલકથા તા ડૂમાએ ઈ.સ. ૧૮૪૪-૫ દરમ્યાન ૧૮ ભાગામાં પ્રસિદ્ધ કરી હતી. તે બૃહત્કથાના આખા અનુવાદ ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવા, એ તે આર્થિક દૃષ્ટિએ કરતાં, વધુ તેા, આજના ગુજરાતી વાચકની દૃષ્ટિએ મિથ્યા પ્રવૃત્તિ જ ગણાય. છતાં આ સંક્ષેપ એવી સફળ રીતે તૈયાર થયા છે કે, એ વાંચતાં – અને કેટલીક વાર તે વારંવાર વાંચતાં પણ – રસના ઘૂંટડા ઊતર્યા જ કરે છે. આ નવલકથા અદ્ભુત રસની નવલકથા છે. પરંતુ એના અદ્ભુત ૨સ અલાદીનના જાદુઈ દીવાની કથાના જેવા માત્ર મનોરંજન પૂરતા અદ્ભુત નથી. આ નવલકથામાં માનવના અંતરની સારી તથા ખાટી એમ બંને જાતની લાગણીઓને અદ્ભુત રસના રંગથી રંગીને એવી પરાકાષ્ઠાએ પહોંચાડીને રજૂ કરવામાં આવી છે કે, જેથી તે સંપૂર્ણ યથાતથતા ધારણ કરવા ઉપરાંત વધુ તો પૂરેપૂરી વેધક બની રહી છે. આપણી ઊંડી લાગણીઓને જ્યારે લેખક પોતાની કસબી કલમથી ઝણઝણાવે છે, ત્યારે આપણે કોઈક અલૌકિક રસમાં તરબાળ થઈ જઈએ છીએ. તેવા પ્રસંગેા વાંચતી વખત આપણી આંખામાંથી એક પ્રકારની કૃતાર્થતાનાં આંસુ વહ્યા વિના રહેતાં નથી. આ નવલકથા પૂરી કરીને હેઠી મૂકયા બાદ આપણને આપણા જીવનના અમૂલ્ય સમય વેડફી માર્યા એમ લાગવાને બદલે કૃતાર્થ કર્યો એમ જ લાગે છે. કોઈ પણ નવલકથાને માટે આમ કહી શકાવું, એ તેની ગુણવત્તા બાબત સર્વોત્તમ પ્રમાણપત્ર ગણાય.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 202