Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 6
________________ ડૂમાએ પોતાની લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત તે એતિહાસિક નાટ્યલેખનથી (ઈ.સ. ૧૮૨૯) કરી હતી. નવલકથાકાર તરીકેની તેની ખ્યાતિ ઈ.સ. ૧૮૪૪માં તેણે લખેલી નવલકથા “શ્રી મસ્કેટિયર્સ'થી શરૂ થઈ. પછી તે તેણે પોતે તેમજ તેણે આપેલા વાર્તાતંતુને આધારે વિસ્તારીને લખનારા બીજા સહાયક લેખકોએ મળીને લખેલી નવલકથાએની કુલ સંખ્યા ૩૦૦ જેટલી થાય છે! પરિવાર સંસ્થાએ ડૂમાની નવલકથાના આ સંક્ષેપ ઉપરાંત “શ્રી મસ્કેટિયર્સ' ના પાંચ ભાગ રૂપે બીજી પાંચ નવલકથાઓના સચિત્ર સંક્ષેપ પણ પ્રસિદ્ધ કર્યા છે. તે પાંચેય મળે તે સ્વતંત્ર નવલકથાઓ જ છે. પરિવાર સંસ્થાએ ડૂમા ઉપરાંત વિક્ટર હ્યુગો, ટૉલ્સ્ટૉય, ડિકન્સ વગેરે બીજા વિખ્યાત લેખકોની મશહુર નવલકથાઓના સંક્ષેપ પણ ગુજરાતી વાચકને આપ્યા છે. તેમાંની કેટલીકની પણ બીજી આવૃત્તિઓ બહાર પાડવાની થઈ છે. વિશ્વસાહિત્ય કહેવાય તેવી વિખ્યાત નવલકથાઓ, ગુજરાતી વાચકને માફક આવે તેવા સંક્ષેપ રૂપે, પ્રસિદ્ધ કરવાની પ્રવૃતિ સંસ્થાએ ઉપાડી કે તરત જ ગુજરાતી વાચકવર્ગ તરફથી તેને જે આવકાર મળ્યો, તેથી પ્રેરાઈને પરિવાર સંસ્થાએ એ મોટું કામ હોંશભેર વિસ્તાર્યું હતું. પણ એવી નિર્દોષ તથા રાષ્ટ્રસેવા કહી શકાય તેવી પ્રવૃત્તિ ઉપર પણ આસમાની-સુલતાનીના એવા ઓળા ફરી વળ્યા કે, સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત થઈ ગઈ. આમ બે-એક દાયકા સુધી નિષ્ક્રિયતામાં ગોંધાઈ રહ્યા બાદ, ઉપરવાળાની કોઈક અગમ્ય કળાથી, પરિવાર સંસ્થા જુદા કલેવર વડે પિતાની સેવા ફરીથી ગુજરાતને ચરણે રજૂ કરવા શક્તિમાન થઈ છે. અમને આશા છે કે, ગુજરાતી વાચક તરફથી અમને પહેલાંની પેઠે જ હાર્દિક અને વ્યાપક સહકાર પ્રાપ્ત થશે. પુત્ર છે. પટેલ મંત્રી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 202