________________
અજીવ તત્વ–૧૪ ભેદ ૧૪ અજીવ-(જડ પદાર્થ ) તત્ત્વનાં ૧૪ ભેદે છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને કાળ એમ મૂલ પાંચ પ્રકારે અજીવ તત્ત્વ છે. ૯ ભેદ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ
ત્રણનાં સ્કંધ-દેશ-પ્રદેશ એમ ત્રણ ત્રણ ગણુતાં
૯ ભેદ થાય છે. ૪ ભેદ પુદગલનાં –સ્કંધ-દેશ-પ્રદેશ અને પરમાણુ. ૧ કાળ–એક સમયને હેવાથી એક જ ભેદ ગણાય છે. ભૂતકાળ અનંતે ગયે, ભવિષ્યકાળ અનંતે આવશે, પણ વર્તમાનકાળ એક જ સમયને છે.
કુલ અજીવનાં ૧૪ ભેદ છે. આમાં પુદ્ગલનાં (સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણું. ૪ ભેદ) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળા હોવાથી રૂપી છે. બાકીના ૧૦ ભેદ અજીવના અરૂપી છે. સૂમ પુદ્ગલે આંખે ન દેખાવાં છતાં રૂપી છે. જીવ પુગલ મિશ્રિત હેવાથી રૂપી દેખાય છે. જ્યારે સિદ્ધના
જી કમ (પુદ્ગલ) રહિત હોવાથી દેખાતાં નથી. ચૌદ રાજકમાં છવીશ વર્ગણાઓમાંથી જીવને ગ્રહણ કરવા યોગ્ય ફક્ત આઠ જ વર્ગણાઓ છે. જીવ તેણે ગ્રહણ કરે છે. આપણી આજુબાજુમાં તે વર્ગણાઓ પડી છે. પણ સૂક્ષમ હવાથી દેખાતી નથી. કેવલજ્ઞાની જોઈ શકે છે.
૧ સ્કંધ આખો ભાગ. ૨ દેશ–અમુક ભાગ. ૩ પ્રદેશ-કંધ સાથે જોડાયેલ પરમાણુને પ્રદેશ કહેવાય છે;
પણ સ્કંધથી જ પડે ત્યારે તે પ્રદેશ પરમાણુ કહેવાય છે. ૪ પરમાણુ-–ઠંધથી જુદા પડે ત્યારે પરમાણુ કહેવાય છે.
(કેવલીની દષ્ટિએ જેના બે ભાગ નહિ થાય તે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org