________________
આખું વિશ્વ આ છએ છ દ્રવ્યોથી ખીચોખીચ ભરેલું છે. ક્યાંય વેક્યુમ નથી ! એટલે અનાદિથી એકબીજાની જોડે ને જોડે જ પડેલાં છે. એકબીજાનાં સંસર્ગમાં આવવાથી સ્વભાવમાંથી વિભાવમાં આવે છે. આ છએ દ્રવ્યોના મિશ્રણમાંથી જે અવસ્થાઓ ઊભી થાય છે, બીજા શબ્દોમાં વિભાવિક દશાની આવસ્થાઓ ઊભી થાય છે તે વ્યવસ્થિતને તાબે છે ! મૂળ છ તત્ત્વોને વ્યવસ્થિત લાગતું-વળગતું નથી. મૂળ છએ છ દ્રવ્ય સ્વ-સ્વભાવમાં તો સંપૂર્ણ શુદ્ધ જ છે. જેટલાં સંયોગી થયાં છે તે બધાં વ્યવસ્થિતના તાબામાં જાય છે. શુદ્ધ તત્ત્વોને વ્યવસ્થિત સાથે લેવાદેવા નથી ! જે અવ્યવસ્થિત થાય છે તેને જ વ્યવસ્થિત લાગુ પડે છે. દ્રવ્યો લોકમાં જ છે માટે ત્યાં ‘વ્યવસ્થિત’ શક્તિ છે. અલોકમાં આકાશ તત્ત્વ એકલું હોવાથી ત્યાં ‘વ્યવસ્થિત’ શક્તિ નથી !
દરઅસલ આત્મા અચળ છે. અને લોકો જેને આત્મા માને છે તે ચંચળ ભાગને જ માને છે. પૂજ્યશ્રીએ એને જ મિકેનિકલ આત્મા કહ્યો.
વિસર્જન છે. આત્માની હાજરીમાં ભ્રાંતિથી સર્જન થાય છે અને કુદરત એનું વિસર્જન કરાવડાવે છે. સર્જન દેખાય નહીં. વિસર્જન દેખી શકાય એવી વસ્તુ છે.
આત્મા મૂળ સ્વરૂપે ધ્રુવ છે. પણ બીજું બધું સર્જન-વિસર્જન થયા કરે છે. અહંકારથી મનુષ્યોમાં કર્તાપણાનો અહંકાર હોવાથી સર્જન કરે છે જ્યારે જાનવરો ને બીજી ગતિમાં માત્ર વિસર્જન છે.
અવસ્થિતને સર્જન કહેવાય અને વ્યવસ્થિતને વિસર્જન કહેવાય. આમ સર્જન-વિસર્જનની ઘટમાળ ચાલ્યા જ કરે છે અને શુદ્ધાત્મા તેને જોયા કરે છે !
વ્યવસ્થિત શક્તિ આત્મા સુધી પહોંચવામાં કંઈ મદદ કરી શકે ? ના, એને એમાં કંઈ લેવાદેવા નથી. વ્યવસ્થિત શક્તિ તો જે સર્જન કર્યું તેનું વિસર્જન કરે છે. કોઝિઝ વ્યવસ્થિતના તાબામાં નથી. ઈફેક્ટ વ્યવસ્થિતના તાબામાં છે.
વ્યવસ્થિત વિસર્જન કરે, તો સર્જન કોણ કરે ? અજ્ઞાનદશામાં ‘હું કરું છું’ એ અહંકાર સર્જન કરે છે ! એ ભ્રાંતિનો પુરુષાર્થ છે. જેનું ફળ આવે જ. વિસર્જન સંપૂર્ણ પુદ્ગલસત્તા છે, પરસત્તા છે. અને સર્જન પાર્લામેન્ટરી પદ્ધતિથી થાય. એમાં આત્મા નૈમિત્તિક કર્તા થાય છે ! બધાંના વોટ પ્રમાણે ઠરાવ પાસ થાય, ઠરાવ પાસ કરવામાં પ્રાઈમ મિનિસ્ટર નિમિત્ત કહેવાય ને !
સમકિત થયા પછી, અહંકારી ગયા પછી સર્જન બંધ થાય છે ને રહે છે માત્ર વિસર્જન ! એને માટે જ વ્યવસ્થિતનું જ્ઞાન કામનું છે. અહંકાર કર્તાપદ હોય ત્યાં સુધી ‘વ્યવસ્થિત'નું જ્ઞાન એને માટે કામનું નથી.
(૬) આદિ “વ્યવસ્થિત'ની ! વિશ્વમાં છ સનાતન દ્રવ્યો છે. ચેતન, જડ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને આકાશ ! આ છ એ દ્રવ્યોનો સ્વભાવ એવો છે કે જે સ્વ-સ્વભાવમાં રહી શકે તેમ જ વિભાવમાં પણ જઈ શકે ! વિભાવમાં ક્યારે જાય છે ? દ્રવ્યો એક બીજાનાં સંસર્ગમાં આવે ત્યારે !
બે સનાતન વસ્તુઓ ભેગી થાય ત્યારે તીસરો વિશેષ ગુણધર્મ એમાં ઉત્પન્ન થાય છે. જેમ સોનું ને તાંબુ ભેગાં થવાથી મૂળ ધાતુને બદલે ત્રીજી જ ધાતુ ભાસે છે. આ ત્રીજી વસ્તુમાં મૂળ ધાતુનું એકે ય લક્ષણ નહીં દેખાય. તેથી ભ્રાંતિ થાય કે આ કંઈ નવી જ ધાતુ છે. પણ આમ જોઈએ તો સોનાને તાંબાના મિશ્રણથી અનેક ઘાટના દાગીના ઘડાય, છતાં મૂળ ધાતુમાં તેના ગુણધર્મમાં કે કાર્યમાં ક્યાંય કશો ફેર પડતો નથી. માત્ર ભાયમાન પરિણામ ઉત્પન્ન થાય છે ! એવી જ રીતે જડ અને ચેતનના મિશ્રણથી ત્રીજું જ ભાસ્યમાન પરિણામ વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે. બન્નેમાં વિશેષભાવ ઉત્પન્ન થાય છે. જડ જીવંત વસ્તુ નથી. તેને પોતાનો કોઈ ભાવ હોતો નથી. પણ ચેતનના સંયોગથી એ વિશેષભાવ ગ્રહણ કરે છે. અને એનામાં ય ફેરફાર થઇ જાય છે અને ચેતન જેવું કામ કરતું ભાસે છે !
આ વિશેષભાવને બહિરભાવ કહેવાય. એક જ બહિરભાવ ખાલી આમ જ દ્રષ્ટિ કરવાથી ખડી થઈ ગઈ આ અનેક મૂર્તિઓ !!! બીજું કંઈ જ કર્યું નથી. આમાં આત્માએ જાતે કશું કર્યું જ નથી. આ નવો જ ગુણધર્મ વિશેષભાવ ઉત્પન્ન થયો તેનાથી સંસાર ખડો થયો ! એમાંથી