________________
તેમના માટે ખરેખર જ બહુમાન ઉત્પન્ન થયા વગર રહેતું નથી. સતત પરિશ્રમથી સેવાસિદ્ધિ :
શ્રી અંતરિક્ષજી તીર્થ એ શ્વેતાંબર દીગંબરના ઝગડા માટે પ્રસિદ્ધ છે. આવા ઝગડાઓ જ્યાં સદંતર ચાલતા હોય ત્યાં શું નથી કરવું પડતું? રોજ બરોજ સજાગ રહેવાનું, જે સામે આવે તેને સામને કરવાને, વાદી અગર પ્રતિવાદી બનીને વરસે સુધી કેર્ટમાં લડવાનું, એ જ વિષયની ચિંતા સેવવાની, આ કાર્ય સામાન્ય નથી. તીર્થ રક્ષણની લગની અને અપૂર્વ ભક્તિભાવપૂર્વક આ આત્મસમર્પણ કેવળ હરખચંદભાઈ અને તેમના કુટુંબીઓ જ કરી જાણે છે. તે માટે તેઓ અનંતા ધન્યવાદને પાત્ર છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ અંગે સન ૧૯૦૫ થી ૧૯૬૪ સુધીના જુદી જુદી વખતે થએલા ઝગડાઓના કેસપેપર્સ અને તેના જજમેંટના સંપાદનનું કામ તેઓએ કર્યું છે, અને તે સર્વે લગભગ ૧૦૦૦૧૫૦૦ પાના પિતાના હાથે ટાઈપ કરી તેની ૫-૬ નકલો. બનાવી છે. જ્યારે તેમાંની એક તેઓએ મને અને શ્રીમાનું શેઠ રમણલાલ દલસુખભાઈ શેઠ ખંભાતવાળાને વાંચવા આપી ત્યારે હું આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયે. મેં શેઠને પૂછ્યું કે આ કેની પાસે બનાવડાવી, તે તેઓશ્રીએ હસતા મોઢે જે જવાબ આપે તે હું જીદગીભર ભૂલું તેમ નથી. રેજ સવારે ૪ વાગે ઉઠી તેઓ ૨-૩ કલાક ટાઈપીંગનું કામ કરે છે. અને આવું કેટલુંક શ્રમદાન તેઓ આ તીર્થના ચરણે અર્પણ કરે છે. ધગશપૂર્વકનું કાર્ય :
શ્રી અંતરિક્ષમાં નૂતન મંદિર બંધાયું છે. જેની પ્રતિષ્ઠા