________________
ગાળામાં તૈયાર થયું. જેનાં દર્શન થતાં પ્રેક્ષકે મુગ્ધ બની જતા. આવા રેલ્વેથી દૂર તીર્થમાં અનેક સાધન-સામગ્રીઓ એકત્રિત કરવી, કારીગરે ઠેઠ ગુજરાતથી લાવવા, તેમજ અન્ય અનેક અગવડો હોવા છતાંય આચાર્યશ્રીના માર્ગદર્શને કાર્યકર્તાઓની ટેક અને જહેમતે આ કાર્ય અણધારેલા સમયમાં પૂર્ણ થયું. જેથી સઘળા સંઘના હર્ષને વિષય બની ગયે. તીર્થભક્તિથી અને નૂતન જિનાલય નિર્માણના ઉપદેશથી પૂ. આચાર્ય મહારાજ પણ સ્વ–પરિવાર સાથે આ વિદર્ભમાં જ બીરાજમાન રહ્યા. દરમ્યાન બે ચાતુર્માસ આકેલા અને બાલાપુરમાં રહ્યા. જે ચાતુર્માસે ધર્મપ્રવૃત્તિથી યાદગાર અને જાહેરજલાલીવાળા થયા. શેષાકાલમાં દેવલગામરાજા, તેલ્હાર, જલગામ વગેરે ક્ષેત્રમાં પ્રતિષ્ઠા મહેસવાથી પણ અપૂર્વ શાસનપ્રભાવનાઓ થઈ.
પૂ. આચાર્ય મહારાજની નિશ્રામાં નૂતન જિનાલયની પ્રતિષ્ઠા માટે વિ. સં. ૨૦૧૯ ના ચાતુર્માસમાં બાલાપુર મુકામે અનેકશઃ કમીટીઓ એકત્રિત થઈ. અને દીર્ઘ વિચારણાઓ ચાલી. પ્રાચીન જિનબિંબ મેળવવા કાર્યકર્તાઓએ અત્યંત પ્રયાસ કર્યો. પણ પ્રમાણે પેત બિંબે મળવા દુશક્ય થતાં નવીન ખિંબે સવિધિ ભરાવવાનો નિર્ણય થયો અને શ્રી ભગવાનદાસ પંડિત મારફતે મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની અને અન્ય દેવકુલિકાઓ માટે શિખરના ચતુર્મુખ જિનાલય માટે જિનપ્રતિમાઓ ભરાવવાનું કાર્ય જયપુરમાં ચાલ્યું અને સર્વ જિનબિંબને શુભ મુહૂર્ત નગરપ્રવેશ ભારે ઠાઠમાઠથી થશે.
સર્વ નવીન પ્રતિમાઓની અંજનશલાકા, પ્રાણપ્રતિષ્ઠા,