________________
૩૭
મણીલાલ હરખચંદ આદિએ આ મહત્સવની પૂર્ણાહૂતિને અને તીર્થવિકાસને અપૂર્વ આનંદ અનુભવ્યો. સર્વ કમીટીના સભ્યોએ પૂ. આચાર્ય મહારાજને આ વિદર્ભ દેશમાં રહેવાની વિનંતિ કરી. અને આચાર્ય મહારાજને ખાનદેશના અનેક શહેરની ચાતુર્માસાર્થ વિનતિ હોવા છતાંય આ તીર્થભૂમિના આકર્ષણે આ બાજુ રહેવાનું પૂજ્યશ્રીએ નક્કી કર્યું.
એક સમય ગુરુદેવની દેશનામાં નૂતન જિનાલય નિર્માણના અચિંત્ય લાભનું વર્ણન ચાલતું હતું. જેની અસરથી બાલાપુરનિવાસી શ્રી સમરથ બેન લાલચંદે કહ્યું કે, જે નૂતન જિનાલયનું અહ નિર્માણ થાય તે એક લાખ રૂપિયાની ઉદાર સખાવત પિતાના તરફથી આપવાની ભાવના પ્રદર્શિત કરી તેમજ ચતુવિંશતિ દેવકુલિકાએ બનાવવા શ્રી સરસ્વતીબેન સોહનલાલે પચીસ હજાર એક રૂપિયા આપવાની ભાવનાની જાહેરાત કરી. કમીટીના અગ્રગણ્યાએ આવી ઉદારતાથી ધન્યવાદને વર્ષાદ વર્ષાબે.
શિલ્પશાસ્ત્રના નિપુણ વિશનગરવાસી મહાશંકરભાઈને આમંચ્યા અને પ્રાચીન જિનાલયની બાજુમાં ભૂમિદર્શન કરીને પવિત્ર ભૂમિ પર જિનાલય નિર્માણને મંગલ નિર્ધાર કર્યો. પાયા દાવડાવ્યા. જલ-નિર્મલ નીકળતાં સુધી ભૂમિ-ખનન થયું. શુભ મુહૂર્ત નેમીચંદજી મીશ્રીલાલજીએ વિધિ-વિધાનપૂર્વક શીલા-સ્થાપન કરાવ્યું, અને જિનાલયનું કાર્ય રચનાત્મક અને ક્રિયાત્મક દ્રષ્ટિથી ઘણું જ ઝડપથી ચાલ્યું. ખાનદેશ વિદર્ભમાં જેને નમૂને નથી એવું એક દેવકુલિકાએથી સુશોભિત વિશાલકાય ગગનસ્પર્શી જિનાલય અઢી વર્ષના જ