Book Title: Antariksh Tirth Mahatmya
Author(s): Vijaybhuvantilaksuri, Bhadrankarvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 199
________________ મહારાજના ગુરુદેવ દેવસૂરિ મહારાજની ચરણપાદુકાઓની પણ પ્રતિષ્ઠા કરાવી. તેમજ શાસનદેવની પણ તીર્થ રક્ષા કાજે પ્રતિષ્ઠા કરાવી આજે જૂનું મંદિર ભેંયરામાં છે. જ્યાં બે મણિભદ્રદેવની મૂતિઓ છે. જૂની તે ભવ્ય અને વિશાલ છે. નવી મૂર્તિ પાર્શ્વનાથ ભગવાનના પવાસનની જગ્યા પર છે. ભાવવિજયજી મહારાજે આ મંદિરની પ્રતિષ્ઠા કર્યા પછી ઘણું દિવસે રેકાઈને ભગવાનની સ્તવનાને લાભ લીધે. પુનઃ આવવાની ઉત્કંઠા સાથે અહીંથી વિહાર કરીને ગુજરાતમાં પધાર્યા. અને પ્રત્યેક ગામમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના આ ચમત્કારનું વર્ણન કરતાં અને સર્વ મનોરથને પૂરનાર કલિયુગમાં જાગતી ન હોય તે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન છે એવી સૂચના સર્વને કરતા હતા. આ પ્રમાણે ભાવવિજયજી મહારાજે લખેલા સ્વાનુભૂતિ પ્રમાણેના ઈતિહાસ પ્રમાણે આ વર્ણન આલેખાયું છે. વાંચકે વાંચીને તીર્થભક્તિના રંગેથી રંગાવે. પાર્શ્વનાથ ભગવાનની યાત્રા કરીને સત્ય ચમત્કારને પ્રત્યક્ષ દર્શન કરે અને આત્માના ઉદ્ધારને સાથે એવી મંગલ કામના સેવતો અહ વિરમું છું. વર્તમાનકાલમાં ય આ તીર્થને મહિમા અત્યંત ચમત્કારી અને અદભૂત છે. જેને મને અનુભવ થયો છે તે હવે ક્રમશઃ નેધું છું. જેથી વાંચકને આ તીર્થ પ્રતિ આકર્ષણ થશે જ. ભાવની વૃદ્ધિ થશે જ. આ અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ આજે પણ ચમત્કારભરી અને કેના મનેરને પૂર્ણ કરી

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222