________________
૩૩
યાત્રાર્થે અને મહત્સવ પ્રસંગે પધારવા આગ્રહભરી વિનંતિ કરી. આચાર્યશ્રીએ પણ શ્રી ચમત્કારી તીર્થની યાત્રા અને આગામી મહત્સવ નિમિત્તે આવવાની ઈચ્છા પ્રદર્શિત કરી અને આંતરિક અજબ પ્રેરણાથી વિનંતિ સ્વીકારી અને ૨૦૧૭ ના ફા. વ. ૭ નું મુહૂર્ત પણ નકકી થયું. માલેગામને મહેત્સવ પૂર્ણ થતાં આચાર્યશ્રીએ સ્વ–પરિવાર સાથે અંતરિક્ષ જી તીર્થ પ્રતિ વિહાર લંબાવ્યો. યેવલા સસ્વાગત પધાર્યા. અહીં એકાએક આચાર્યશ્રીના સ્વાસ્થમાં ન ધારેલે ફેરફાર થયો. ડોકટરેએ વિહારની મનાઈ કરી, અને જે વિહાર કરશે તે આગળ જઈને પાછું આવવું પડશે આવી શંકા પણ જણાવી. સર્વ સાધુઓ પણ વિચારમગ્ન બન્યા. તીર્થ કમિટીના સેક્રેટરી શા. કાંતીલાલ વીરચંદ દર્શનાર્થે આવ્યા, તેઓ પણ ચિંતાતુર બન્યા. એક તીર્થભૂમિ પર આવતે મહોત્સવ નજીક છે, ને વળી અંતરિક્ષજી તીર્થ યેવલાથી ૨૫૦ માઈલ છે. આવા મહાન આચાર્યની હાજરી હોય તે કેઈવિઘ ન આવે અને તીર્થને ઉદ્ધાર કે વિકાસ થાય! • રાત્રિના આચાર્ય દેવેશને કેઈ અધિષ્ઠાયક દેવની અદ્રશ્ય પ્રેરણા થઈ કે તમે હિંમતથી વિહાર કરે, તીર્થની યાત્રા કરતાં શાસન-પ્રભાવનાનું મહાન કાર્ય થશે.
આચાર્ય મહારાજને યાત્રાની તીવ્ર ભાવના હતી જ. વળી તીર્થ પ્રતિ શ્રદ્ધા પણ અનંત હતી એટલે પોતે પ્રાતઃકાલમાં ઉઠ્યા. અંતરિક્ષજી પાર્શ્વનાથનું ચિંતવન કરીને સત્વથી બેલ્યા કે વિહાર બે દિવસમાં કરે છે. નિર્વિઘ પહોંચી જવાશે અને યાત્રા થશે.