________________
ર
દીલથી પશુ તેઓ શ્રીમંત છે. પાતાની શ્રીમતાઇના તેમને જરા પણ ગવ નથી. તેમની રહેણી કરણી એકદમ સાદી અને નમ્ર છે. એકદમ ગરીમથી ગરીમ માણસ સાથે પણ તેએ નમ્રતાથી વર્તે છે અને તેથી જ લક્ષ્મીના પણ તેમના ઉપર વરદ્ હસ્ત છે, એ જ એમના યશસ્વી જીવનના મમ છે. સમાજ પ્રતિનિધિત્વ :
શ્રી હરખચંદભાઈ આજે વરસેાથી જૈન શ્વેતાંબર કેન્સ્કરન્સના સભ્ય હાઇ વરાડ પ્રાંતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ શ્રી આણુંદજી કલ્યાણજી પેઢીના પણ તે વરાડ પ્રાંતના પ્રતિનિધિ છે. અને વખતાવખત તેએ આ અ ંગેની જવાખદારી ખૂબ જ ઉત્તમ રીતીએ પાર પાડી રહ્યા છે.
શ્રી હરખચંદભાઇના જીવન ઉપર આ રીતે ખૂબ ખૂબ લખી શકાય પણ એક જ ટૂંકાં શબ્દમાં કહેવું હોય તે એટલું જ કહેવું પડશે કે જીવન જીવવાની કળા શ્રી હરખચંદભાઇએ જાણી લીધી છે અને તેથી તે એવું જીવન જીવતા આવ્યા છે કે જે ખીજાઓને દાખલારૂપ થાય.
આવા પુરૂષોના પુરૂષાથી જ સંસારનું આ ચક્ર ચાલે છે. ઉદાસિનતા નાસી જાય છે. ધન્ય છે એવા આત્માઓને !
હરખચદ્રભાઈની ઉંમર હવે ૬૪ વર્ષની છે. તેઓ ૧૦૦ વર્ષ સુધી જીવે અને સમાજને દેશ અને ધર્મને તેમની સેવાઓના સદતર લાભ મળતા રહે, એવી હૃદયની પ્રાથના સાથે વિરમું છું.
· જૈન જયતિ શાસનમ ’