Book Title: Antariksh Tirth Mahatmya
Author(s): Vijaybhuvantilaksuri, Bhadrankarvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 183
________________ વાની પ્રતીક્ષા કરી રહ્યાં છે. એકદમ શ્રીપાળ રાજ જાગૃત થયા, જરા પડખું ફેરવ્યું. શ્રીમતીજીએ તકને લાભ લેવાનું ચૂકવું ઠીક ન માન્યું, અને રાજાજીને સપ્રેમ હેતભરી વાણીથી પૂછયું મહારાજાધિરાજ ! આપશ્રીને પુણ્યપ્રતાપજ હજુ જાગતે છે. આપશ્રી પર પુણ્યની મહેરબાની છે. તમેએ આજે સુખરૂપ દુર્લભ નિદ્રાની વાનગી ચાખી. હું તમને જોઈને પ્રમાદના હડાળે ઝુલતી હતી. તમે જાગૃત થયા એટલે પ્રશ્ન પૂછું છું કે આજે તમેએ ક્યાંની મજલ કરી, કયા સ્થળના દેવની પૂજા કરી? ક્યા જળથી હાથ-પગ અને મુખનું પ્રક્ષાલન કર્યું? જેના પ્રભાવથી શરીરને સદૈવ પીડતો રેગ પ્રશાન્ત થયે. સ્વાભાવિક વાત છે કે, જેના પર પ્રેમ હોય છે તે વ્યક્તિ હિતકર વાત કરે ત્યારે કદી પણ નહીં અનુભવાયેલી આનંદની તક અનુભવાય છે. રાણીજીના મુખમાંથી પૂછાયેલા પ્રશ્નને શ્રવણુ કરીને શ્રીપાલ રાજા પણ પુલકિત થઈને રાણીસાહેબને સંભળાવે છે કે આજે રાજ્યકાર્યથી કંટાળી અને કંઈક શાંતિ ઈચ્છાથી ઈલપુર ગામથી ઘેડા ઉપર બેસીને ઘણે દૂર જંગલમાં હું નીકળી ગયો હતો. ત્યાં જલેચ્છા થવાથી એક જળાશયમાં હાથ-પગ, મુખ ધોઈને જળપાન કર્યું હતું. મને પણ લાગે છે કે એ પ્રભાવિક જળપાનથી મને ઘણી જ શાંતિને અનુભવ થાય છે. એ જળપ્રભાવથી જ નિદ્રા આવી છે. અને ઘણાં સમયથી વળગણની જેમ પીડા આપતે રેગ પણ કંઈ શાંત થયા છે. ચકર રાણું આ વાત સાંભળીને સમજી ગયા કે જળાશયના પાણુને જ પ્રભાવ છે. દેવાધિષ્ઠિત ઔષધિ, મણિ, જલને અચિંત્ય મહિમા પ્રત્યક્ષ દેખાય છે. હવે રાણી સાહેબા પણ આનંદથી નિદ્રાદેવીની સેડમાં લપાઈ ગયા.

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222