________________
વાની ભાવનાવાળા થયા. માતા-પિતાની અનુમતિ મળતાં ભવ્ય સમારોહથી આચાર્યદેવના વરદ હસ્તે ચારિત્ર સ્વીકાર્યું અને પૂજ્યના જ શિષ્ય થયા.
ગુરુદેવની શુશ્રુષા કરતાં આગમશાસ્ત્રને યથારૂચિ અભ્યાસ કર્યો. ગુરુદેવે જોધપુરમાં ભાવવિજયજી મહારાજને ગણિપદ અર્પણ કર્યું. ગુરુદેવની સાથે ભાવવિજયજી ગણિવર વિચરતાં શ્રી આબુ તીર્થની યાત્રાર્થે પધાર્યા. ગ્રીષ્મઋતુ હોવાથી સખ્ત ગરમી લાગવાથી ભાવવિજયજી મહારાજને આંખમાં રેગ થયે પણ ગુરુદેવ સાથે પાટણ ચાતુર્માસાર્થે પધાર્યા. ગુરુદેવની કૃપા હેવાથી પાટણના શ્રીમંત શ્રાવકેએ આંખનું અંધત્વ દૂર કરવા અનેક ઉપાયે કર્યો પણ કર્મની પ્રબળતા હોવાથી રેગ જરાય નષ્ટ ન થયા. પૂણે અંધ બન્યા. દીપક વિનાનું ઘર અંધકારમય હોય છે તેમ નેત્રદીપક વગરના ઘણા જ પરેશાન થયા. એક વખત શ્રી ભાવવિજયજી ગણિવરે ગુરુદેવને પૂછ્યું કે, હું ગુરુદેવ! નેત્રમાં તિ પુનઃ પ્રગટે એ ઉપાય હોય તે કૃપા કરીને દર્શાવે.
Vગુરુદેવે કૃપાના વર્ષાદથી શ્રી પદ્માવતીદેવીની સાધનાને સવિધિ મૂલમંત્ર જણાવ્યા. શ્રદ્ધાવાળા ભાવવિજયજી ગણિએ એ મંત્રને સ્વ-જીવનની જેમ સબહુમાન સ્વીકાર્યો અને તેની આરાધના કરવામાં એકદીલ બન્યા.
એકદિલ, એકશ્રદ્ધા, એકનિષ્ઠા, એકાસન, એક ભક્તિરંગ મંત્રારાધનાનું પગથીયું છે. ભાવવિજયજી મહારાજે એવી અપૂર્વ એકાગ્રતાથી મંત્ર–ગણના કરી કે દેવી પદ્માવતી પ્રત્યક્ષ આવ્યાં.