Book Title: Anekanta Amrut Author(s): Kanjiswami Publisher: Kundkund Kahan Digambar Jain Trust View full book textPage 7
________________ આ “અનેકાંત અમૃત” નામના પુસ્તકમાં (૨) વિભાગ પાડી કુલ (૮) પ્રવચનો પૂ. “ભાઈશ્રી' લાલચંદભાઈના પ્રકાશિત કરવામાં આવેલ છે. વિભાગ – (૧) માં શ્રી અમૃતચંદ્રાચાર્યે સ્વતંત્ર જે પરિશિષ્ટ બનાવેલ છે તેના ૧૪ ભંગ ઉપર થયેલા પૂ.ભાઈશ્રીના ૮૯ ની સાલના (૪) પ્રવચન પ્રકાશિત કર્યા છે. તથા વિભાગ (૨) માં “આત્માનું સ્વરૂપ શું અને તેનો અનુભવ કેમ થાય” તથા “સર્વને નહિ જાણનાર એકને પણ જાણતો નથી ને એકને નહિ જાણનાર સર્વને જાણતો નથી” તે પ્રવચનસારની ગાથા -૪૮ ૪૯ ઉપરના ૯૭ ની સાલના (૪) પ્રવચન પ્રકાશિત કર્યા છે. તે બંને વિભાગના અમુક મુદ્દાઓ કે જેના ઉપર પૂ.ભાઈશ્રીએ અપૂર્વ સ્પષ્ટીકરણ કરી વિસ્તાર કરેલ છે તે નીચે મુજબ વર્ણવવામાં આવ્યા છે. વિભાગ - ૧ નિત્ય અપરિણામીપણું-નિત્ય પરિણામીપણું અને પરિણામ. છે. આત્મામાં સ્યાદ્વાદનો અભાવ-અનુભવ જ્ઞાનમાં સ્યાદ્વાદનો સદૂભાવ. જ્ઞાનમાત્ર કહેતા સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી. એક જ આત્મામાં એક જ જ્ઞાનમાં સાધકપણું ને સાધ્યપણું. અસ્તિ નાસ્તિ અનેકાંતપૂર્વક સ્યાદ્વાદની સિદ્ધિ. જ્ઞાનની મધ્યસ્થતા ને જ્ઞાનનું પક્ષપાત રહિતપણું. જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ. સામાન્ય પરિણામીપણું-વિશિષ્ટ પ્રકારનું પરિણામીપણું. રામચંદ્રજી-સીતાજી ને લવકુશના દષ્ટાંતથી દષ્ટિને જ્ઞાનની સિદ્ધિ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના અંદરના ચાર સત્તનું સ્વતંત્ર અસ્તિત્વ. અનાદિથી આત્મા જ્ઞાનરૂપે જ પરિણમે છે. આત્મા નિષ્ક્રિય છે-જ્ઞાનમાં ક્રિયા છે. ધ્યેયપ્રધાન ને શેયપ્રધાન કથનને જેમ છે તેમ સમજતાં ક્યાંય દોષ જ ન આવે અને જ્ઞાન મધ્યસ્થ થતાં સમ્યતાનો જન્મ થાય. અનેકાંત કેળવીને ખાય તો અમૃત છે. સમજીને પ્રયોગ કરે તો અમૃત છે. ભેદજ્ઞાનને છોડે તો અનેકાંત ઝેર છે. જ્ઞાન નિર્વિષય છે, સ્વતંત્ર છે, નિરપેક્ષ છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 137