Book Title: Anandghan ni Atmanubhuti 05 Author(s): Kalyanbodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 6
________________ સ્યાદ્વાદ સુઘારલ્સ.. સ્મશાનમાં સ્વજનને વળાવતી વખતે ભલભલાને ય એક વાર તો વૈરાગ્ય થઇ જાય છે, પણ એ વૈરાગ્ય ક્ષણિક હોય છે. એ વૈરાગ્ય ઓસરી જાય છે અને | ફરીથી રાગના તોફાનો આત્મપરિણતિની કાળી કદર્થના કરે છે. એવા મસાણિયા વૈરાગ્યથી અધ્યાત્મ અને આત્માનુભૂતિના આનંદને ન પામી શકાય. . એ માટે તો જોઈએ જ્ઞાનગર્ભિત નિશ્ચલ વૈરાગ્ય. સ્યાદ્વાદ સિદ્ધાન્તની પરિણતિ વિના આવો વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. વિશ્વનું ખરું અમૃત હોય તો એ સ્યાદ્વાદ સુધારસ છે, જેના પાનથી જીવ અજરામર બની જાય છે. Say bye bye to Death & Deaths. ચાલો, અધ્યાત્મ યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજને સથવારે એના માધુર્યનો રસાસ્વાદ માણીએ... - આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ F W Ferona Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32